FASTag Annual Pass: ટોલ સિસ્ટમને સરળ અને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટથી હવે દેશભરમાં વાર્ષિક ટોલ પાસ જારી કરવામાં આવશે. આ વાર્ષિક ટોલ પાસ માત્ર 3000 રૂપિયા (Annual FASTag Pass) માં આપવામાં આવશે, જેમાં પેસેન્જર વ્હીકલ (કાર, જીપ કે પછી અન્ય વાહન) ને 200 ટોલ ક્રોસ કરવા મળશે. એટલે કે દર ટ્રિપ પર માત્ર 15 રૂપિયા ખર્ચ થશે. અત્યારે દરેક ટ્રિપ પર 50થી 80 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.
સરકારનો દાવો છે કે તેનાથી નેશનલ હાઈવે પર ભીડ ઓછી થશે અને ટોલ પર વાહનો રોકાયા વગર ઝડપથી પસાર થશે, જેનાથી તેનો સમય બચશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત બાદ આ મુદ્દે લોકોના મનમાં કેટલાક સવાલો થઈ રહ્યાં છે. અમે કેટલાક જરૂરી સવાલના જવાબ તમારા માટે લાવ્યા છીએ, જે તમને ઉપયોગી થઈ શકે છે. આવો જાણીએ....
1. આ ટોલ પાસની જરૂરીયાત કેમ?
FASTag નો માસિક પ્લાન પહેલાથી ઉપલબ્ધ છે અને પછી જ્યારે જરૂરીયાત હોય તો FASTag રિચાર્જ થઈ જાય છે, પછી આ પાસની જરૂર કેમ પડી? હકીકતમાં તમે જેટલી વાર ટોલ ક્રોસ કરો છો તો ફાસ્ટેગથી પૈસા એટલીવાર કપાય છે, પરંતુ 3000 રૂપિયાના વાર્ષિક પાસથી 200 ટ્રિસ મળશે, જેનાથી ઘણા પૈસાની બચત થશે. આ તે લોકો માટે વધુ ફાયદાકારક છે, જે નેશનલ હાઈવે પર વારંવાર ટ્રાવેલ કરે છે.
2. કેટલા રૂપિયાની બચત થશે?
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે 200 ટોલ પાર કરવા માટે લગભગ 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હવે આ કામ ફક્ત 3000 રૂપિયામાં થશે. એટલે કે પેસેન્જર વાહનો પર 7000 રૂપિયાની બચત થશે.
3. 200 ટ્રિપ પૂરી થયા પછી શું થશે?
જો તમે વાર્ષિક પાસ લો છો, તો તમને 200 ટ્રિપ મળે છે. પછી જ્યારે તે પૂરો થાય છે, ત્યારે તમારે FASTag રિચાર્જ કરવાની જરૂર પડશે. જો તમે ઇચ્છો, તો તમે ફરીથી 1 વર્ષનો પાસ લઈ શકો છો.
આ પણ વાંચોઃ હીરોનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર 1 જુલાઈએ લોન્ચ થશે, જાણો કિંમત અને ફીચર્સ
4. શું આ પાસ દરેક ટોલ પ્લાઝા પર કામ કરી શકે છે?
જો તમે વિચારી રહ્યાં છો કે આ પાસ દરેક ટોલ પર કામ કરશે તો તમે ખોટું વિચારી રહ્યાં છો. આ પાસ માત્ર દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર કામ કરશે. તમે દિલ્હીથી મુંબઈ જઈ રહ્યાં છો કે ચેન્નઈથી બેંગલુરૂ, દરેક જગ્યાએ આ પાસ સ્કેન થશે અને પેમેન્ટ થઈ જશે. સ્ટેટ હાઈવે કે લોકલ ટોલ માટે આ પાસ નથી.
5. સરકાર આ નિયમ કેમ લાવી રહી છે?
સરકાર અને NHAI નો ઈરાદો છે કે ટોલ સિસ્ટમને સરળ અને સારી બનાવવાનો છે, જેથી ટોલ પર ગાડીઓની લાઈન ઓછી થાય. લોકો ડિજિટલ પેમેન્ટનો વધુ ઉપયોગ કરે, ટોલ પર કર્મીઓ અને યાત્રીકો વચ્ચે ઝગડા ઓછા થાય. સાથે યાત્રા વધુ સરળ, સ્ટ્રેસ ફ્રી રહે.
6. 60 કિલોમીટરનો શું નિયમ છે?
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે 60 કિમીની ત્રિજ્યામાં આવેલા ટોલ પ્લાઝાથી લોકો પરેશાન થાય છે. કારણ કે જો તેઓ આ ત્રિજ્યામાં આવે છે, તો તેમને અઠવાડિયામાં ઘણી વખત ત્યાંથી પસાર થવું પડે છે, જેના કારણે તેમને વધુ પૈસા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે આ પાસ તેમની સમસ્યાનો ઉકેલ લાવશે.
7. કઈ રીતે લઈ શકો છો પાસ?
સૌથી જરૂરી વાત છે કે તમે આ પાસ કઈ રીતે લઈ શકો છો? પાસ લેવો ખૂબ સરળ હશે. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે તરફથી જલ્દી રાજમાર્ગ યાત્રા એપ NHAI / MoRTH ની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરવામાં આવશે, ત્યારે તમે તેના માટે અરજી કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે