Home> India
Advertisement
Prev
Next

કોરોના વાયરસના વિભિન્ન વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક છે સ્વદેશી COVAXIN, ICMRનો દાવો

આઈસીએમઆરે પોતાના રિસર્ચમાં દાવો કર્યો છે કે કોવૈક્સીન કોરોનાના અલગ-અલગ વેરિએન્ટ સામે લડી શકે છે. આઈસીએમઆરે જણાવ્યું કે, આ વેક્સિન કોરોનાના ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન સામે પણ લડવામાં ઉપયોગી છે.

કોરોના વાયરસના વિભિન્ન વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક છે સ્વદેશી COVAXIN, ICMRનો દાવો

નવી દિલ્હીઃ Corona Vaccine: દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન પણ જોરશોરથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી 13 કરોડ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આ વચ્ચે કોવૈક્સીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પોતાના રિસર્ચમાં કહ્યું કે, કોરોના વેક્સિન કોવૈક્સીન મોટાભારના વેરિએન્ટ પર અસરકારક છે. 

fallbacks

કોરોનાના અલગ-અલગ વેરિએન્ટ સામે લડી શકે છે વેક્સિન
આઈસીએમઆરે પોતાના રિસર્ચમાં દાવો કર્યો છે કે કોવૈક્સીન કોરોનાના અલગ-અલગ વેરિએન્ટ સામે લડી શકે છે. આઈસીએમઆરે જણાવ્યું કે, આ વેક્સિન કોરોનાના ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન સામે પણ લડવામાં ઉપયોગી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવૈક્સીન  (COVAXIN) નામની વેક્સિન અત્યાર સુધી સ્વદેશમાં તૈયાર થયેલી એકમાત્ર વેક્સિન છે. 

આ પણ વાંચોઃ મોટી દુર્ઘટના, નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, અત્યાર સુધીમાં 22 દર્દીના મોત

મોદી સરકાર વધારશે વેક્સિનની ઉત્પાદન ક્ષમતા
ભારતમાં કોરોનાની સ્થિતિ જોતા મોદી સરકારે હવે આ સ્વદેશી વેક્સિનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પગલુ ભર્યુ છે. આત્મનિર્ભર ભારત મિશન 3.0 હેઠળ ચલાવવામાં આવી રહેલા મિશન કોવિડ સુરક્ષા દ્વારા સ્વદેશમાં બનેલી વેક્સિનના વિકાસ અને ઉત્પાદનમાં તેજી લાવવા માટે સહાયતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે કેન્દ્ર સરકારના બાયોટેક્નોલોજી વિભાગે ભારત બાયોટેક કંપનીને 65 કરોડ રૂપિયાની સયાહતા અનુદાન તરીકે આપવાનો નિર્ણય લીધો છે. આ પૈસાનો ઉપયોગ બેંગલુરૂમાં બનેલા ભારત બાયોટેકના નવા સેન્ટરમાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે કરવામાં આવશે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More