Home> India
Advertisement
Prev
Next

Video: હોસ્પિટલમાં બેડ ન મળે તો ઘરે કરો કોરોનાની સારવાર, આ રીતે વધારો ઓક્સિજન લેવલ

દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ છે. હોસ્પિટલોમાં બેડ મળવો મુશ્કેલ છે. ત્યારે જો તમને કોરોનાના લક્ષણ ન હોય તો આ રીતે ઘરે પણ સારવાર કરી શકો છો. 

Video: હોસ્પિટલમાં બેડ ન મળે તો ઘરે કરો કોરોનાની સારવાર, આ રીતે વધારો ઓક્સિજન લેવલ

નવી દિલ્હીઃ Video: how to improve oxygen level in covid at home, which medicine can be given to increase oxygen level in covid: દેશમાં કોરોનાની સ્થિતિ ભયાકન બની છે. હોસ્પિટલોની સ્થિતિ ખુબ ખરાબ છે. સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને હોસ્પિટલોમાં બેડની કમી થઈ ગઈ છે. તેવામાં અમે તમને સર ગંગારામ હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. વેદ ચતુર્વેદીની આ સલાહ વિશે જણાવી રહ્યા છીએ. ડો. વેદ ચતુર્વેદી ગંગારામમાં Rheumatology ના Super Specialist છે. 

fallbacks

ડો. વેદ ચતુર્વેદી હોસ્પિટલમાં બેડ ન મળવાની સ્થિતિમાં દર્દીને ઘરમાં જ હોસ્પિટલ બનાવવાની સલાહ આપે છે. તેમણે તેનું નામ હોસ્પિટલાઇજેશન આપ્યુ છે. 

તેથી ડો. ચતુર્વેદીએ એક વીડિયો સંદેશ જારી કર્યો છે અને જણાવ્યુ કે કોઈ કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ 94થી નીચે આવી જાય છે તો કઈ રીતે ઘરમાં ઓક્સિજન સિલિન્ડર વગર તેને વધારી શકાય છે. તેમણે તે માટે દર્દીને પેટના બળ પર લોટવાની સલાહ આપે છે. પેટના બળ પર લોટવાથી વ્યક્તિના ફેફસા ફુલાઈ છે અને ધીમે-ધીમે તેનું ઓક્સિજન લેવલ વધી જાય છે. 

તેને મેડિકલની ભાષામાં પ્રોન પોઝિશન બોલવામાં આવે છે. તે આમ બે-બે કલાક માટે દિવસમાં બે કે ત્રણવાર કરવાની સલાહ આપે છે. આ રીતે ઘરમાં ઓક્સિન સિલિન્ડર કે પછી auxin concentration ની વ્યવસ્થા કરવાની સલાહ આપે છે. 

આ પણ વાંચોઃ કોરોના વાયરસના વિભિન્ન વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક છે સ્વદેશી COVAXIN, ICMRનો દાવો

એક બે દિવસ આમ કરવાથી જો તમારૂ ઓક્સિજન લેવલ ન વધે તો તમારે સીટી સ્કેન કરાવવો જોઈએ. સીટી સ્કેનમાં જો માઇલ્ડ કોવિડ ઇન્ફેક્શન જોવા મળે છે તો આ પ્રેક્ટિસ ચાલુ રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More