Operation Sindoor : પહેલગામ હુમલા માટે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. એવો જવાબ જેની આતંકના માસ્ટરને બિલકુલ અપેક્ષા નહોતી. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને એવો જવાબ આપ્યો છે કે તે તેને લાંબા સમય સુધી યાદ રાખશે. પહેલગામમાં આતંકીવાદીઓએ હુમલો કર્યો ત્યારે કહ્યું હતું કે 'મોદી કો બતા દેના' હવે PM મોદીના નેતૃત્વમાં ભારતે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
'ઓપરેશન સિંદૂર' બાદ NSA અજિત ડોભાલે PM મોદી નહીં, પહેલા આ વ્યક્તિને કર્યો હતો ફોન
સેનાએ 9 સ્થળોએ હુમલો કર્યો
ભારતીય સેનાએ મોડી રાત્રે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવેલા નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવા માટે ખાસ ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણેય દળોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી અને સંપત્તિ અને સૈનિકોને એકત્ર કર્યા. આ માહિતી સૂત્રોના હવાલેથી આપવામાં આવી હતી.
પાકિસ્તાનના પંજાબમાં ભારતની એર સ્ટ્રાઈક, મસૂદ અઝહરના આતંકી મદરેસાઓને ફૂંકી માર્યા
પીએમ મોદીએ કર્યું મોનિટરિંગ
પીએમ મોદીએ આ ઓપરેશન પર સતત નજર રાખી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર સતત નજર રાખી રહ્યા હતા. સૂત્રોએ ANI ને એમ પણ જણાવ્યું હતું કે તમામ નવ સ્થળો પર હુમલો સફળ રહ્યો હતો. અગાઉ, ભારતે કહ્યું હતું કે પહેલગામ હુમલાના ગુનેગારો જ્યાં પણ હશે તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે