Home> India
Advertisement
Prev
Next

શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષીની દીકરીએ પિતાને આપી શ્રદ્ધાંજલિ, તસવીર જોઈ ભાવુક થયા લોકો

લદ્દાખની ગલવાન ખાડીમાં ભારત અને ચીનના (India-China Border Dispute) સૈનિકોમાં હિંસક સંઘર્ષમાં શહીદ થયા કર્નલ બી. સંતોષ બાબુની દીકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને જોઇ લોકો ભાવુક થઈ રહ્યાં છે. ફોટો પર લાઇક, શેર અને ઇમોશનલ કોમેન્ટ્સ લોકો કરી રહ્યાં છે. તસવીરમાં શહીદ કર્નલ બી. સંતોષ બાબુની 9 વર્ષની દીકરી તેના પિતાની તસવીર સામે હાથ જોડીને ઉભી છે. તે જોઇને લોકો નમ આંખોથી શહીદ કર્નલ સંતોષ બાબુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.

શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષીની દીકરીએ પિતાને આપી શ્રદ્ધાંજલિ, તસવીર જોઈ ભાવુક થયા લોકો

હૈદરાબાદ: લદ્દાખની ગલવાન ખાડીમાં ભારત અને ચીનના (India-China Border Dispute) સૈનિકોમાં હિંસક સંઘર્ષમાં શહીદ થયા કર્નલ બી. સંતોષ બાબુની દીકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને જોઇ લોકો ભાવુક થઈ રહ્યાં છે. ફોટો પર લાઇક, શેર અને ઇમોશનલ કોમેન્ટ્સ લોકો કરી રહ્યાં છે. તસવીરમાં શહીદ કર્નલ બી. સંતોષ બાબુની 9 વર્ષની દીકરી તેના પિતાની તસવીર સામે હાથ જોડીને ઉભી છે. તે જોઇને લોકો નમ આંખોથી શહીદ કર્નલ સંતોષ બાબુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.

fallbacks

આ પણ વાંચો:- LAC પર તણાવ: હાઇ એલર્ટ પર નૌકાદળ, દરિયાઈ સીમા પર તૈનાત યુદ્ધ જહાજ

એક યૂઝરે લખ્યું- કર્નલ સંતોષ બાબુની દીકરી. મારી આંખોમાં આંસુ છે અને હું નિશબ્દ છું. જય હિંદ. ત્યારે એક અન્ય યૂઝરે લખ્યું- બાબા હું તારી દીકરી., બદલો હું લઇશ તમારો, આ વચન છે મારુ. આ પ્રકારે તમામ ટ્વિટર યૂઝર્સે કર્નલ સંતોષ બાબુને નમ આંખોથી શ્રદ્ધાજંલિ આપી છે. 

આ પણ વાંચો:- બોર્ડર પરના તણાવ વચ્ચે બંને દેશના વિદેશ મંત્રીઓની વાત, ચીને આ વાત પર મૂક્યો ભાર

તમને જણાવી દઇએ કે, કમાન્ડિંગ ઓફિસર સંતોષ બાબુ તેલંગાણાના સૂર્યપેટ જિલ્લાના રહેવાશી હતા. સંતોષ તેમની પાછળ પત્ની, 9 વર્ષની દીકરી અને 4 વર્ષનો દિકરો છોડીને ગયા છે. પુત્રની શહીદી પર તેમની માતાએ કહ્યું હતું કે તેમને ગર્વ છે કે, તેમનો પુત્રએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More