નવી દિલ્હી: પીએનબી કૌભાંડ (PNB Scam) ના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ભારત લાવવાની કોશિશો તેજ થઈ છે. જાણવા મળ્યું છે કે ભારતથી એક ખાનગી જેટ ડોમિનિકા પહોંચ્યું છે. જેની પુષ્ટિ એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કરી છે અને કહ્યું કે ડોમિનિકાના ડગલાસ-ચાર્લ્સ એરપોર્ટ (Douglas-Charles Airport) પર ભારતનું એક ખાનગી જેટ છે.
ભારતથી મોકલવામાં આવ્યા છે દસ્તાવેજ
મીડિયામાં જેટની તસવીરો જાહેર થયા બાદ એન્ટીગુઆમાં સ્થાનિક રેડિયો સ્ટેશનની સાથે વાતચીતમાં પીએમ બ્રાઉને સ્પષ્ટતા કરી કે ડોમિનિકામાં ડગ્લાસ-ચાર્લ્સ એરપોર્ટ પર ભારતનું એક ખાનગી જેટ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ જેટે નવી દિલ્હીથી ઉડાણ ભરી હતી અને મેડ્રિડ થઈને તે ડોમિનિકામાં ઉતર્યું હતું.
PHOTOS: ભાગેડુ મેહુલ ચોક્સીની લેટેસ્ટ તસવીરો સામે આવી, હાથ પર ઈજાના નિશાન?
બ્રાઉને કહ્યું કે ભારત સરકારે દસ્તાવેજ મોકલ્યા હતા. જે સાબિત કરે છે કે મેહુલ ચોક્સી ભાગેડુ છે. આ દસ્તાવેજનો બુધવારે કોર્ટમાં બતાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકાર ચોક્સીના પ્રત્યાર્પણ માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. જો કે ભારતીય અધિકારીઓએ આ અંગે હજુ કોઈ પુષ્ટિ કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે