ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતે યુદ્ધ જેવા હાલાત જોવા મળ્યા. પાકિસ્તાન ડ્રોન, અને મિસાઈલ દ્વારા ભારત પર હુમલો કરતું રહ્યું અને પછી ભારતે અનેકગણી તાકાતથી હવામાં જ ડ્રોન અને મિસાઈલો તોડી પાડ્યા. એટલું જ નહીં વળતા પ્રહારમાં પાકિસ્તાનના અનેક એરબેસ પણ તબાહ કર્યા. આ બધા વચ્ચે ભારતને ચીનની બનેલી એક મિસાઈલ મળી આવી છે.
BVRAAM નો કાટમાળ મળ્યો
ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનથી છોડાયેલી મિસાઈલોના કાટમાળ મળી આવ્યા છે. જેમાં સૌથી મહત્વનો કાટમાળ ચીનમાં બનેલી PL-15Eનો છે. તેને બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઈલ (BVRAAM) પણ કહે છે. આ મિસાઈલ મેક 5ની સ્પીડથી હુમલો કરે છે. તેની રેન્જ 145 કિલોમીટર છે. અગાઉ મંળેલા બે કાટમાળોની સરખામણીમાં આ વખતે PL-15E મિસાઈલ ઘણી પૂર્ણ અવસ્થામાં છે. કાટમાળને ભારતીય રક્ષા અનુસંધાન સંસ્થાન (DRDO) પાસે મોકલવામાં આવ્યો છે.
ચીની મિસાઈલના રહસ્યો ખુલશે
ચીની મિસાઈલનો કાટમાળ મધી આવતા હવે ભારતને ચીની મિસાઈલના રહસ્યો ખબર પડશે. જેમાં પ્રપલ્શન સિસ્ટમ, ડેટાલિંક અને ઈનર્શિયલ રેફરેન્સ યુનિટ પણ મળ્યા છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાને આ ચીની મિસાઈલ ભારતીય ફાઈટર વિમાનને ટાર્ગેટ કરીને છોડી હશે. પરંતુ નિષ્ફળ રહ્યું.
ભારત એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનના હુમલાઓને સતત નિષ્ફળ બનાવી રહ્યું છે. જ્યારે ભારતીય હથિયારો પાકિસ્તાનમાં પોતાના ટાર્ગેટ પર જઈને પડીને તેને તબાહ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે