Pakistan Bombing Victim Compensation: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. LoC પર પાકિસ્તાની આર્મી છેલ્લા ચાર દિવસથી સતત ફાયરિંગ અને મિસાઇલ હુમલા કરી રહી છે. તેમાં 17 જેટલા નાગરિકોના મોત થયા છે. સરહદ પાર હુમલાનો ભારત જવાબ આપી રહ્યો છે. પાકિસ્તાની મિસાઇલો અને જેટને આપણી ડિફેન્સ સિસ્ટમે ધરાશાયી કરી દીધા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશભરમાં એલર્ટ જારી છે. બોર્ડર એરિયામાં રહેતા લોકોને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. તેવામાં જો સવાલ ઉઠે છે કે પાકિસ્તાન તરફથી ગોળીબારી કે બોમ્બવર્ષામાં કોઈનું મોત થઈ જાય તો તે પરિવારને કોઈ વળતર મળે છે કે નહીં. આવો જાણીએ શું કહે છે નિયમ...
Operation Sindoor Live
શું સરહદ પર હુમલામાં મોત થવા પર વળતર મળે છે
જાણકારી પ્રમાણે ભારત સરકાર અને સંબંધિત રાજ્ય સરકારો પાકિસ્તાન તરફથી ફાયરિંગ-બોમ્બ હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર (Compensation) આપે છે. આ રકમ સામાન્ય રીતે 5 લાખ રૂપિયા સુધી હોય છે. પરંતુ તે રાજ્યના નિયમો અને સ્થિતિની ગંભીરતા પર પણ નિર્ભર કરે છે.
કોને મળશે વળતર
1. જે લોકો પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારી કે બોમ્બબારીમાં મૃત્યુ પામે છે તેના પરિવારને વળતર આપવામાં આવે છે.
2. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત લોકોને પણ ઇલાજ અને કેટલીક આર્થિક સહાયતા મળે છે.
3. જો કોઈનું ઘર, પાક કે પશુપાલકને નુકસાન થાય છે તેને પણ સરકારી વળતર મળે છે. પરંતુ તે માટે રેવેન્યુ વિભાગનો રિપોર્ટ જરૂરી હોય છે.
આ પણ વાંચોઃ દેશના 32 એરપોર્ટ બંધ, 15 મે સુધી નહીં ઉડે ફ્લાઇટ, સરકારનો મોટો નિર્ણય
અરજી કઈ રીતે કરવાની હોય છે
મૃતક કે ઈજાગ્રસ્ત વ્યક્તિના પરિવારજનો તાલુકા, બ્લોક કે જિલ્લા તંત્ર પાસે જઈને અરજી કરી શકે છે. તેમાં FIR ની કોપી, હોસ્પિટલનો રિપોર્ટ, ઓળખ પત્ર જેવા દસ્તાવેજો સામેલ હોય છે. તપાસ બાદ વળતરની રકમ ચુકવવામાં આવે છે.
બંકર અને અન્ય સુવિધાઓ મળે છે
કેન્દ્ર સરકાર LOC ની પાસે આવેલા ગામોમાં બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (Border Area Development Program) હેઠળ બંકર બનાવવા, રાશન આપવા અને અસ્થાયી હોસ્પિટલ, સ્કૂલ ચલાવવા જેવી સુવિધા આપે છે, જેથી જાનમાલનું નુકસાન ઘટાડી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે