Home> India
Advertisement
Prev
Next

Army press conference: ભૂજ સહિત 4 એરબેસ પર થયું નુકસાન? કર્નલ સોફિયાએ કહ્યું- પાકિસ્તાનના મોટાભાગના હુમલા નિષ્ફળ-આપી વિગતવાર માહિતી

MEA Army Press Conference: પાકિસ્તાન હવે તમામ મર્યાદાઓ પાર કરીને હુમલા કરી રહ્યું છે. ભારત પણ જડબાતોડ કાર્યવાહી કરીને ધૂળ ચટાડી રહ્યું છે. પાકિસ્તાને મોડી રાતે ભારતના 26થી વધુ સ્થળોએ હુમલા કરવાનો પ્રયત્ન કર્યો જેમાં તે સફળ થઈ શક્યું નહીં. સેનાએ જવાબી કાર્યવાહીની વિગતવાર માહિતી આપી. જાણો શું કહ્યું. 

Army press conference: ભૂજ સહિત 4 એરબેસ પર થયું નુકસાન? કર્નલ સોફિયાએ કહ્યું- પાકિસ્તાનના મોટાભાગના હુમલા નિષ્ફળ-આપી વિગતવાર માહિતી

Indian Army Press Conference Live Update: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને પાકિસ્તાનમાં 9 ઠેકાણે તબાહી મચાવી. જેના કારણે પાકિસ્તાન ધૂંધવાયું અને ભારત પર હુમલા કરી રહ્યું છે. જો કે ભારતની સેનાઓ પાકિસ્તાનને ધૂળ ચટાડી રહી છે. પાકિસ્તાને શુક્રવાર-શનિવારની રાતે એકવાર ફરીથી ભારતના અનેક ઠેકાણે હુમલાઓની કોશિશ કરી અને ભારતે જડબાતોડ જવાબ આપ્યો. સેનાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં આ પાકિસ્તાન સામે ચાલી રહેલી કાર્યવાહી પર લેટેસ્ટ અપડેટ આપી. 

fallbacks

વિદેશ સચિવ વિક્રમ મીસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂરની જાણકારી આપી. પાકિસ્તાને 8-9 મેની રાતે સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની કોશિશ કરી. ભારતીય સેનાઓએ તેને નિષ્ફળ કર્યા. પાકિસ્તાને એલઓસી ઉપર પણ ભારે ફાયરિંગ કર્યું. કર્નલ સોફિયાના જણાવ્યાં મુજબ પાકિસ્તાને નાગરિક વિમાનોનો ખોટી રીતે ઉપયોગ કર્યો અને તેઓ વિમાન માર્ગોનો દુરઉપયોગ કરે છે. 

પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાતો...

- વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે મે પહેલા પણ કહ્યું છે કે પાકિસ્તાનની કાર્યવાહીઓ ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારી છે. જવાબમાં ભારતે પાકિસ્તાન તરફથી કરાયેલી ઉશ્કેરણી અને તણાવ વધારનારી કાર્યવાહીઓને જવાબદાર અને સંતુલિત રીતે બચાવ કર્યો છે અને પ્રતિક્રિયા આપી છે. 

- પાકિસ્તાનના દુષ્પ્રચારના દાવાને ફગાવતા ભારતે ભારતીય વાયુસેનાના ઠેકાણાઓની તસવીરો દેખાડી જ્યાં કોઈ નુકસાન થયું નથી. 

- કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાની સેનાએ પશ્ચીમી સરહદો પર સતત આક્રમક ગતિવિધિઓ ચાલુ રાખી છે. તેણે ડ્રોન, લાંબા અંતરના હથિયારો, યુદ્ધ હથિયારો અને ફાઈટર વિમાનોનો ઉપયોગ કરીને ભારતીય સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યા. આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર 26થી વધુ સ્થાનો પર હવાઈ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. ભારતીય સશસ્ત્ર દળોએ મોટાભાગના જોખમને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યા. પાકિસ્તાને પંજાબના એરબેસને નિશાન બનાવવા માટે રાતે 1.40 વાગે હાઈ સ્પીડ મિસાઈલોનો ઉપયોગ કર્યો. ચિંતાનો વિષય એ રહ્યો કે પાકિસ્તાને લાહોરથી ઉડાણ ભરતા નાગરિક વિમાનોની આડ  લઈને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરઉપયોગ કર્યો જેથી કરીને પોતાની ગતિવિધિઓ છૂપાવી શકાય. 

- કર્નલ સોફિયાએ કહ્યું કે પાકિસ્તાને ઉધમપુર, ભૂજ, પઠાણકોટ, ભઠિંડા એરફોર્સ બેસ પર આપણા ઉપકરણો અને લોકોને નુકસાન પહોંચાડ્યું. તેમણે હાઈ સ્પીડ મિસાઈલોથી રાતે 1.40 વાગે પંજાબના એરબેસને ટાર્ગેટ કર્યું. તેમણે સ્વાસ્થ્ય સેવાઓ અને શાળાઓને પણ ટાર્ગેટ કર્યા. 

- વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે આજે સવારે પાકિસ્તાને રાજૌરી શહેર પર ફાયરિંગ કર્યું. જેમાં એડિશનલ જિલ્લા વિકાસ આયુક્ત રાજ કુમાર થાપાનું મોત નિપજ્યું. જેથી રાજ્યમાં મૃત્યુઆંક અને નુકસાનનો આંકડો વધી ગયો. 

- વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે એક તત્કાળ અને સુનિયોજિત પ્રતિક્રિયામાં ભારતીય સશસ્ત્ર દળોએ ફક્ત નિર્ધારિત સૈન્ય લક્ષ્યાંકો પર સટીક હુમલો કર્યો. પાકિસ્તાને સતત દુર્ભાવનાપૂર્ણ ખોટી સૂચના અભિયાન ચલાવવાનો પ્રયાસ કર્યો જેમાં ભારતીય એસ-400 સિસ્ટમ નષ્ટ કરવાનો, સૂરતગઢ અને સિરસામાં એરફીલ્ડને નષ્ટ કરવાનો દાવો કરાયો. ભારત પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા આ ખોટા દાવાઓને સ્પષ્ટ રીતે ફગાવે છે. 

- વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાન આર્મી આગળના વિસ્તારોમાં પોતાના સૈનિકોને લઈ જતી જોવા મળી રહી છે. જેનાથી ખબર પડે છે કે તેઓ હજુ વધુ તણાવ ઈચ્છે છે. ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે તૈયાર છે  અને તમામ શત્રુતાપૂર્ણ કાર્યવાહીનો પ્રભાવી ઢબે મુકાબલો કરાયો છે અને યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો છે. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ જો પાકિસ્તાન હમલો કરશે તો તે જવાબ આપવા માટે પણ તૈયાર છે. 

અફઘાનિસ્તાન પર હુમલાનો દાવો ખોટો
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે આ એકવાર સંપૂર્ણ રીતે હાસ્યાસ્પદ દાવો છે કે ભારતીય મેલર્સે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો છે. આ સંપૂર્ણ રીતે એક તુચ્છ આરોપ છે અને હું ફક્ત એ કહેવા માંગુ છું કે અફઘાન લોકોને એ યાદ અપાવવાની જરૂર નથી કે તે કયો  દેશ છે જેણે છેલ્લા દોઢ વર્ષમાં અનેક વખત અફઘાનિસ્તાનમાં નાગરિક વસાહતો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યા છે. 

-કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા જાણી જોઈને હવાઈ ઠેકાણાને ટાર્ગેટ કરાયા બાદ ભારતીય સશસ્ત્રદળોએ તત્કાળ અને સુનિયોજિત જવાબી કાર્યવાહી કરી અને ટેક્નિકલ પ્રતિષ્ઠાનો, કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો, રડાર સાઈટો, અને હથિયારોના  ભંડારને નિશાન બનાવ્યા. રફીકી, મુરીદ, ચકલાલા, રહીમયાર ખાન, સુક્કુર અને ચુનિયનમાં પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓને હવાઈ પ્રક્ષેપણ, સટીક દારૂગોળા, અને ફાઈટર વિમાનો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા. પસરૂરમાં રડાર સાઈટ અને સિયાલકોટમાં વિમાનના બેસને પણ સટીક દારૂગોળાથી નિશાન બનાવવામાં આવ્યા. આ કાર્યવાહીઓ દરમિયાન ભારતે ન્યૂનતમ ક્ષતિ અને નુકસાન સુનિશ્ચિત કર્યું. 

વિગતવાર માહતી માટે જુઓ Video

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More