જયપુરઃ પાકિસ્તાન સામે વધતા તણાવ વચ્ચે રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેર અને જેસલમેરમાં લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાકિસ્તાન તરફથી ડ્રોન એટેકના પ્રયાસો વચ્ચે લેવામાં આવ્યો છે. તાજેતરમાં જેસલમેન અને બાડમેરથી પાકિસ્તાની ડ્રોન અને કેટલોક અન્ય શંકાસ્પદ સામાન મળવાની વાત સામે આવી હતી. સ્થાનીક તંત્રએ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે.
Operation Sindoor Live
પાંચ જિલ્લામાં એલર્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રાજસ્થાનના 5 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેરમાં ઘર છોડવા પર પ્રતિબંધ છે. ઉપરાંત, સામૂહિક કાર્યક્રમો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ બાડમેર અને જેસલમેરમાં બજારો બંધ કરાવી રહી છે.
બાડમેર શહેર તરફ જવા પર પ્રતિબંધ
જિલ્લા વહીવટીતંત્રે એલર્ટ જારી કર્યું છે અને લોકોને બાડમેર શહેર તરફ જતા અટકાવ્યા છે. વહીવટીતંત્રે કહ્યું છે કે જિલ્લાના તમામ લોકો જે ગામડાં કે નગરોમાં છે અને બાડમેર શહેર તરફ મુસાફરી કરવા માંગે છે તેમને વિનંતી છે કે કૃપા કરીને બાડમેર શહેરની મુસાફરી ન કરો. રાજસ્થાનના જે 5 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બાડમેર, જેસલમેર, બિકાનેર, શ્રીગંગાનગર અને ફલોદીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં, પોલીસ જાહેરાતો કરી રહી છે અને લોકોને સાવધ રહેવાની અપીલ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના બાડમેરમાં પણ આસમાનથી વિમાન અને ડ્રોન જેવી વસ્તુ દેખાવાની વાત સામે આવી છે. અહીં સાયરન સાથે જોરદાર ધમાકો પણ સંભળાયો હતો. પોલીસ તંત્રની મૂવમેન્ટ વધી ગઈ છે. જેસલમેર શહેરમાં સતત સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. અહીં આકાશમાં બેથી ત્રણ ડ્રોન પણ જોવા મળ્યા હતા. પાકિસ્તાન તરફથી હુમલા વચ્ચે બાડમેરના ડીએમ ટીના ડાબીએ બધા લોકોને ઘરમાં રહેવાનું કહ્યું છે.
આ પણ વાંચોઃ હુમલા દરમિયાન જો તમારૂ ઘર ધરાશાયી થાય તો સરકાર સહાય આપે? જાણો નિયમ
બાડમેરના જિલ્લા કલેક્ટર અને નાગરિક સંરક્ષણ નિયંત્રક ટીના ડાબીએ હાઇ-એલર્ટ નિર્દેશ જારી કરીને જણાવ્યું હતું કે: "તમામ રહેવાસીઓને તાત્કાલિક તેમના ઘરે પાછા ફરવાનો આદેશ આપવામાં આવે છે. બજારો બંધ રાખવા જોઈએ, અને તમામ જાહેર અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ. અધિકારીઓને આ આદેશોનો કડક અમલ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ એક તાત્કાલિક સૂચના છે."
શ્રી ગંગાનગર જિલ્લા વહીવટીતંત્રે હવાઈ હુમલા અંગે રેડ એલર્ટ જારી કર્યું હતું. સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી. લોકોને ઘરો અને ઓફિસોમાં રહેવા અને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી હતી. તેમજ કોઈપણ રીતે ગભરાશો નહીં તેવી અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે