Home> India
Advertisement
Prev
Next

Covid-19 Update: છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ, Delta Plus Variant 8 રાજ્યોમાં પહોંચી ગયો

ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પગપેસારો કરવા લાગ્યો છે. 

Covid-19 Update: છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ, Delta Plus Variant 8 રાજ્યોમાં પહોંચી ગયો

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પગપેસારો કરવા લાગ્યો છે. દેશમાં કોરોનાના નવા દૈનિક કેસ પાછા 50 હજાર ઉપર આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1321 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ સમગ્ર દેશમાંથી 50,848 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 1,358 લોકોના મૃત્યુ થયા હતા. નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અત્યાર સુધીમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થઈને 40 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. 

fallbacks

છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 54,069 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,00,82,778 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 68,885 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,90,63,740 દર્દીઓ રિકવર થયા છે. 

એક દિવસમાં 1,321 દર્દીઓના કોરોનાથી મોત
સરકારી આંકડા મુજબ એક દિવસમાં 1,321 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,91,981 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 30,16,26,028 ડોઝ અપાયા છે. 

રિકવરી રેટ 96.61% થયો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં હવે કોરોનાથી રિકવરી રેટ વધીને 96.61% થયો છે. વીકલી પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે જળવાઈ રહ્યો છે અને હાલ 3.04% છે.. હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ 2.91% છે. 

ગઈ કાલે 18 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 18,59,469 કોરોના ટેસ્ટિંગ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટિંગનો આંકડો હવે 39,78,32,667 પર પહોંચી ગયો છે. 

કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી
કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે આ વેરિએન્ટને 'ચિંતાજનક સ્વરૂપ' (વીઓસી) શ્રેણીમાં વર્ગીકૃત કર્યો છે. મંત્રાલયે જણાવ્યું કે ડેલ્ટા ઉપરાંત ડેલ્ટા પ્લસ સહિત ડેલ્ટાના તમામ અન્ય વેરિએન્ટને પણ વીઓસી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશને સતર્કતા વધારવાનું અને જન સ્વાસ્થ્ય સંબંધિત યોગ્ય પગલાં ભરવાની સલાહ અપાઈ છે. 

Corona Delta Plus Variant ની એન્ટ્રી વચ્ચે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10066 નવા કેસ

મધ્ય પ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સંક્રમિત મહિલાનું મોત
રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી બે લોકોના સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. જેમાંથી એક મહિલાનું 23મી મેના રોજ મોત થયું છે. કહેવાય છે મહિલાએ હજુ પણ રસી લીધી નહતી. જ્યારે અન્ય એક મહિલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત થવા છતા હવે સાજી થઈ ગઈ છે. આ વેરિએન્ટના અત્યાર સુધીમાં 40 જેટલા કેસ સામે આવ્યા છે અને તે 8 રાજ્યોમાં પહોંચી ગયો છે. 

Corona ની ત્રીજી લહેર રોકવા માટે ડો. ગુલેરિયાએ આપ્યા ત્રણ મંત્ર, બાળકોની વેક્સિન મુદ્દે કહી આ વાત

8 રાજ્યોમાં પહોંચ્યો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જ્યાં અત્યાર સુધીમાં 21 લોકો આ વેરિએન્ટથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં 6, કેરળ અને તમિલનાડુમાં 3-3, કર્ણાટકમાં 2 અને પંજાબ, આંધ્ર પ્રદેશ અને જમ્મુમાં એક- એક કેસ સામે આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More