નવી દિલ્હી: ભારતે આજે સવારે સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રાજસ્થાનના પોખરણ (Pokhran) માં નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (Nag anti tank guided missile) નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઈલનો ટેસ્ટ વોરહેડ પર કરવામાં આવ્યો છે.
TRP કૌભાંડની તપાસ CBIને સોંપાયાના ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત આ દેશી મિસાઈલની અંતિમ ટ્રાયલ પોખરણમાં સવારે 6.45 વાગે કરવામાં આવી. નોંધનીય છે કે નાગ મિસાઈલ સંપૂર્ણ રીતે દેશી છે અને આ પ્રકારની મિસાઈલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ અલગ પ્રકારના ટ્રાયલ થાય છે.
'ગરીબોની કસ્તૂરી' ડુંગળીના સતત વધતા ભાવ કાબૂમાં કરવા માટે સરકારે ઉઠાવ્યું મોટું પગલું
આ અગાઉ પણ નાગ મિસાઈલના અન્ય અનેક ટ્રાયલ થયા છે. વર્ષ 2017, 2018 અને 2019માં અલગ અલગ રીતે નાગ મિસાઈલોનું પરીક્ષણ થયું છે. જેમાં અચૂક નિશાન સાધવાની ક્ષમતા છે અને દુશ્મનના ટેન્કને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. તે વજનમાં પણ ખુબ હળવી હોય છે.
India today successfully carried out the final trial of the DRDO-developed Nag anti-tank guided missile with a warhead. The test was carried out at 6:45 am at the Pokhran field firing ranges in Rajasthan.
— ANI (@ANI) October 22, 2020
અત્રે જણાવવાનું કે એન્ટી ટેન્ક મિસાઈલ દુશ્મનની ટેન્ક સહિત અન્ય વાહનોને ચપટી વગાડતા જ સમાપ્ત કરી શકે છે. તે મીડિયમ અને નાની રેન્જની મિસાઈલ હોય છે. જે ફાઈટર જેટ, વોર શિપ, સહિત અન્ય અનેક સંસાધનો સાથે કામ કરી શકે છે. ભારતે છેલ્લા લગભગ એક મહિનામાં અલગ અલગ પ્રકારની અડધો ડઝનથી વધુ સ્વદેશી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે