Operation Sindoor new Video : ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ એવી રીતે જવાબ આપ્યો જે દુશ્મનોએ પહેલાં ક્યારેય જોયો નહોતો. સેનાના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ બદલો નહીં પણ ન્યાય હતો.
આ 54 સેકન્ડનો વિડીયો શિવ તાંડવની ધૂનથી શરૂ થાય છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, "પહલગામ આતંકવાદી હુમલાથી શરૂઆત થઈ હતી, તે ગુસ્સો નહીં પણ લાવા હતો. મનમાં ફક્ત એક જ વાત હતી, આ વખતે આપણે તેને એવો પાઠ ભણાવીશું કે તેની પેઢીઓ તેને યાદ રાખશે. આ બદલાની ભાવના નહોતી, આ ન્યાય હતો."
Planned, trained & executed.
Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon
— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025
વેસ્ટર્ન કમાન્ડ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સૈનિકો મોર્ટાર ફાયર કરતા જોઈ શકાય છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે 9 મેની રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરનારી બધી દુશ્મન ચોકીઓ જમીનદોસ્ત કરવામાં આવી હતી. દુશ્મન પોતાની ચોકીઓ છોડીને ભાગતા જોવા મળ્યા હતા. ઓપરેશન સિંદૂર માત્ર એક કાર્યવાહી નહોતી, તે પાકિસ્તાન માટે એક પાઠ હતો જે તેણે દાયકાઓથી શીખ્યો નહોતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે