નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસ રોજેરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 75,760 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 33,10,235 પર પહોંચી ગયો છે. જેમાંથી 7,25,991 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 25,23,772 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોના વાયરસે 1023 લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 60,472 લોકોના મૃત્યુ થયા છે.
Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં 26 ઓગસ્ટ સુધીમાં કુલ 3,85,76,510 કોરોના ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 9,24,998 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટિંગ કરાયા હતાં. જેમાંથી 75 હજારથી વધુ કેસ કોરોના પોઝિટિવ આવ્યાં.
India's #COVID19 case tally crosses 33 lakh mark with 75,760 fresh cases and 1,023 deaths, in the last 24 hours.
The COVID-19 case tally in the country rises to 33,10,235 including 7,25,991 active cases, 25,23,772 cured/discharged/migrated & 60,472 deaths: Ministry of Health pic.twitter.com/Yt2C72oXcL
— ANI (@ANI) August 27, 2020
આ સાથે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.82 ટકા થયો છે. આ ઉપરાંત જે લોકો સારવાર હેઠળ છે તેમનો એટલે કે એક્ટિવ કેસ દર પણ ઘટીને 22 ટકા થયો છે. રિકવરી રેટ 76 ટકા થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
School College Reopening News: ક્યારે ખુલશે શાળા અને કોલેજો? કેન્દ્રીય શિક્ષણમંત્રીનો જવાબ જાણો
એક્ટિવ કેસ મામલે દેશમાં સૌથી પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્રમાં દોઢ કરોડથી વધુ સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી , ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત ત્રીજા સ્થાને છે. કોરોના મામલે અમેરિકા અને બ્રાઝિલ સૌથી વધુ પ્રભાવિત દેશો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે