Home> Entertainment
Advertisement
Prev
Next

Rhea Chakraborty પર સુશાંતના પિતાનો મોટો આરોપ, બોલ્યા-'મારા પુત્રને ઝેર આપતી હતી'

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે હવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તી પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે રિયા તેમના પુત્રને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. રિયા તેમના પુત્રની હત્યારણ છે. આ નિવેદનની સાથે જ સુશાંતના પિતાએ રિયાની ધરપકડની માગણી કરી છે. 

Rhea Chakraborty પર સુશાંતના પિતાનો મોટો આરોપ, બોલ્યા-'મારા પુત્રને ઝેર આપતી હતી'

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પિતા કે કે સિંહે હવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે રિયા તેમના પુત્રને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. રિયા તેમના પુત્રની હત્યારણ છે. આ નિવેદનની સાથે જ સુશાંતના પિતાએ રિયાની ધરપકડની માગણી કરી છે. 

fallbacks

અંકિતા લોખંડેના અડધા ફ્લેટ પર કબ્જો કરશે સુશાંતનો પરિવાર? જાણો શું છે મામલો 

જ્યાં અત્યાર સુધી સુશાંતના પરિવાર તરફથી ક્યારેય સુશાંતના મોતને હત્યાનો કેસ ગણાવવામાં આવ્યો નહતો. પરંતુ હવે સુશાંત સિંહના પિતા કે કે સિંહે કહ્યું છે કે રિયા મારા પુત્રને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. તે મારા પુત્રની હત્યારણ છે. સુશાંતના પિતાના આ નિવેદન બાદ હવે આ આખો કેસ યુટર્ન લેતો જોવા મળી રહ્યો છે. 

આ રીતે થયો હતો ખુલાસો
અત્રે જણાવવાનું કે હાલમાં જ સામે આવેલા ઈડીના લેટર મુજબ રિયા ડ્રગ્સ લેતી હતી. ડ્રગ્સ ખરીદવાનું કામ પણ રિયા કરતી હતી. સુશાંતને ચા, કોફી અને પાણીમાં રિયા સીબીડી ઓઈલ નામનું ડ્રગ્સ આપતી હતી. આ જ કારણ છે કે હવે નાર્કોટિક્સ એજન્સીના કાન ઊંચા થઈ ગયા છે. NCB પોતાના ઈન્ટેલિજન્સ સર્વિલાન્સ દ્વારા રિયાની તમામ મૂવમેન્ટની તપાસ કરશે. રિયાની તમામ પાર્ટી, રેસ્ટોરન્ટ, હોટલ અને દેશ વિદેશમાં ટૂર જેવા તમામ પહેલુઓ પર ઝીણવટભરી તપાસ થશે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More