અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયાના સંબંધોના કારણે 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ વૈશ્વિક કૂટનીતિમાં ધરખમ ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. ચીન, ભારત અને રશિયા હવે અમેરિકાની એકતરફી નીતિનો મળીને જવાબ આપવા તરફ આગળ વધી શકે છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલદી ચીનના તિઆનજિનમાં થનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આ વર્ષના અંતમાં ભારત પ્રવાસે આવશે.
અમેરિકા દ્વારા વેપારી પ્રતિબંધો અને ટીકાઓ વચ્ચે ભારત, ચીન અને રશિયાએ પરોક્ષ રીતે અમેરિકા વિરોધી વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ત્રિકોણીય ગઠબંધનથી એક નવો ભૂ રાજનીતિક ધ્રુવ ઉભરી શકે છે.
ભારત ચીન સંબંધોમાં નરમી
2020ના સરહદ વિવાદ બાદ પહેલીવાર મોદી ચીન જશે. આ અગાઉ રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ જૂનમાં ચીન ગયા હતા અને ચીની સમકક્ષ એડમિરલ ડોંગ જૂનને મળ્યા હતા. આ ગત 11 વર્ષમાં કોઈ ભારતીય રક્ષામંત્રીની પહેલી ચીન યાત્રા હતી. જ્યારે 18 ઓગસ્ટના રોજ ચીની વિદેશમંત્રી વાંગ યી ભારત આવશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. બંને વચ્ચે સરહદ વિવાદ, કૈલાશ માનસરોવર યાત્રા અને અન્ય રણનીતિક મુદ્દાઓ પર ચર્ચા થશે.
ભારત-રશિયાના સંબંધોમાં ગરમાવો
રાષ્ટ્રપતિ પુતિન જુલાઈ 2024 22માં ભારત-રશિયા શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. હવે તેઓ ફરીથી ભારત આવવાના છે. અમેરિકાની નારાજગી છતાં ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદી ચાલુ રાખી છે અને તેને રાષ્ટ્રીય હિતમાં ઉચિત ઠેરવ્યું છે.
ભારત અને રશિયાનો દ્વિપક્ષીય વેપાર 2023-24 માં 65.7 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. જે ગત વર્ષની સરખામણીમાં 33 ટકા વધુ છે. બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ પણ મજબૂત છે. એસ-400, T-90 ટેંક, Su-30MKI, બ્રહ્મોસ મિસાઈલ અને AK-203 રાઈફલ્સના નિર્માણ અંગે બંને દોશો મળીને કામ કરે છે.
RIC સમૂહની વાપસી
1990 ના દાયકામાં શરૂ થયેલા રશિયા-ભારત-ચીન (RIC) સમૂહ છેલ્લા કેટલાય વર્ષોથી નિષ્ક્રિય હતું. પરંતુ હવે ત્રણ દેશોમાંથી કઈ પણ અમેરિકા જોડે સહજ નથી અને RICને ફરીથી સક્રિય કરવાની ચર્ચા જોરમાં છે. ચીની થિંક ટેંક ફૂડાન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર શી ચાઓએ કહ્યું કે, ત્રણેય દેશ બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના પક્ષધર છે. આ સમય છે કે તેઓ સહયોગ વધારે અને અમેરિકાની એકતરફી નીતિઓનો સંતુલિત જવાબ આપે.
બીજી બાજુ વર્લ્ડઈ ડિસ્કશન ક્લબના ટિમોફેઈ બોર્ડાચેવે કહ્યું કે, RIC સમૂહ ત્રણ દેશોની વિદેશ નીતિની સ્વતંત્રતાને ખોરવતું નથી. ઉલ્ટું વૈશ્વિક સ્થિરતામાં યોગદાન આપી શકે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે પોતાના લેખમાં લખ્યું કે RIC સમૂહનું પુર્નજીવન વૈશ્વિક દક્ષિણ માટે ફાયદાકારક હોઈ શકે છે. તે G7 અને BRICS નો વ્યવહારિક વિકલ્પ બની શકે છે. જે સંવાદને ટકરાવથી ઉપર રાખે.
બીજી બાજુ ઈન્દ્રાણી બાગચીએ ઈકોનોમિક ટાઈમ્સમાં લખ્યું કે ભારતે ગત દાયકામાં અમેરિકા અને પશ્ચિમ સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવ્યા છે. ચીન અને રશિયાને આ કઈ ખાસ ગમ્યુ નથી. ચીન ભારતની રણનીતિક સ્વાયત્તાને પણ પશ્ચિમી ઝૂકાવ તરીકે જુએ છે. તેમનું માનવું છે કે ભારતે પહેલા પોતાના ઘરેલુ અને કૂટનીતિક સંતુલનને ઠીક કરવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે