Shukra Nakshatra Parivartan 2025: સનાતન સંસ્કૃતિમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય અને વૈભવ પ્રદાન કરનાર શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. બાકી ગ્રહોની જેમ શુક્ર પણ તેના નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર બદલે છે. 23 ઓગસ્ટના રોજ શુક્ર શનિના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી શનિ ગ્રહ છે. પુષ્ય નક્ષત્ર શનિનું ઘર ગણાય છે. શુક્રથી વિપરીત શનિ ગ્રહ લોકોને તેના કર્મ અનુસાર ઉચિત ફળ પ્રદાન કરે છે.
આ પણ વાંચો:રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે મહાદુર્લભ યોગ, 3 રાશિઓના ભાઈ-બહેનો થશે માલામાલ
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર અને શનિ ગ્રહને એકબીજાના મિત્ર ગ્રહ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં શુક્ર અને શનિ નું મિલન થવું કેટલીક રાશિના લોકો માટે શુભ સંકેત છે. શનિના નક્ષત્રમાં શુક્રના પ્રવેશથી કઈ રાશિઓ ભાગ્યશાળી સાબિત થશે ચાલો જાણીએ.
શુક્ર નક્ષત્ર પરિવર્તનનો શુભ પ્રભાવ
આ પણ વાંચો: Janmashtami 2025: ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરુપને લડ્ડુ ગોપાલ શા માટે કહેવાય છે ?
કર્ક રાશિ
કર્ક રાશિ માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન નવી સંભાવના ના દ્વાર ખુલશે. આર્થિક સ્થિતિ સુધરવાની શરૂઆત થશે. આવકના સ્ત્રોત ઊભા થશે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના. વિવાહિક લોકોને જીવનના તમામ સુખ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સમાજમાં માન સન્માન વધશે. સામાજિક સંસ્થામાં મોટું પદ પણ મળી શકે છે.
આ પણ વાંચો: Budhwar Ke Upay: ગણેશજીનો અચૂક મંત્ર, જાપ કરવાથી ભારેમાં ભારે સંકટનું થઈ જાય નિવારણ
કન્યા રાશિ
આ રાશિના લોકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન અનુકૂળ સિદ્ધ થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસની દ્રષ્ટિએ સારો સમય. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને ઈચ્છા પૂરી થઈ શકે છે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. નોકરી બદલવાનું વિચારતા લોકોને સારી ઓફર મળી શકે છે.
આ પણ વાંચો: આ 5 રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે, સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી જીવન ખુશીઓથી ભરશે
તુલા રાશિ
શુક્રનું નક્ષત્ર પરિવર્તન તુલા રાશિ માટે પણ ફાયદાકારક હોય તેવા અણસાર છે. અગાઉ કરેલા રોકાણથી મોટો ધનલાભ થઈ શકે છે. નોકરીમાં આવતી સમસ્યાઓ 23 ઓગસ્ટ પછી દૂર થઈ જશે. વેપાર કરતાં લોકોને ઇચ્છિત નફો મળી શકે છે. કામથી ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. કાર્ય સ્થળ પર મોટી જવાબદારી મળી શકે છે. ઘરમાં માહોલ ખુશનુમા રહેશે. સમસ્યાઓ અને કલેશ દૂર થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે