શ્રીહરિકોટા : દેશના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી સી47) (PSLV-C47) બુધવારે સવારે 9.28 કલાકે કાટરેસૈટ 3 (cartosat-3) અને 13 કોમર્શિયલ નાના ઉપગ્રહો (13 commercial small satellites) સાથે અંતરિક્ષ માટે રવાના થશે અને એ માટે મંગળવારથી ઉલટું કાઉન્ટડાઉન શરૂ કરી દેવાયું છે. શ્રીહરિકોટા (Sriharikota) સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી (Satish Dhawan Space Center) છોડાશે.
#ISRO #PSLV #Cartosat3
26 hours countdown for the launch of PSLV-C47 mission commenced today at 0728 Hrs (IST) from SDSC SHAR, Sriharikota.
Launch is scheduled at 0928 Hrs IST on November 27, 2019Updates will continue... pic.twitter.com/2Gva0CSy5U
— ISRO (@isro) November 26, 2019
ઇસરો દ્વારા કરાયેલા એક ટ્વિટ અનુસાર પીએસએલવી સી47 એક્સએલ શ્રેણીમાં પીએસએલવીની આ 21મી ઉડાન હશે. આ શ્રીહરિકોટા સ્થિત એસડીએસસીથી 74મું પ્રક્ષેપણ યાન મિશન હશે. કાટરેસૈટ-3 ઉપગ્રહ ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો લેવાની ક્ષમતાથી સજ્જ ત્રીજી પેઢીનો ઉન્નત ઉપગ્રહ છે. આ 509 કિલોમીટર ઉંચાઇ પર સ્થિત કક્ષામાં 97.5 ડિગ્રી પર સ્થાપિત કરાશે.
ભારતીય અંતરિક્ષ વિભાગના ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) સાથે થયેલા એક કરાર અંતર્ગત પીએસએલવી પોતાની સાથે અમેરિકાના 13 કોમર્શિયલ નાના ઉપગ્રહોને સાથે લઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે