Home> India
Advertisement
Prev
Next

સુપ્રીમ કોર્ટે 30 કલાકનો સમય આપ્યો છે, અમે તો 30 મિનિટમાં જ બહુમત સાબિત કરી શકીએ છીએ: સંજય રાઉત

27 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court,)ના ચૂકાદા પર પ્રતિક્રિયા આપતાં શિવસેના (Shiv Sena) નેતા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે 'સત્યની જીત થઇ. સંજય રાઉતે કહ્યું કે કોર્ટે અમને 30 કલાકનો સમય આપ્યો છે પરંતુ અમે તો 30 મિનિટમાં જ બહુમત સાબિત કરી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટે 30 કલાકનો સમય આપ્યો છે, અમે તો 30 મિનિટમાં જ બહુમત સાબિત કરી શકીએ છીએ: સંજય રાઉત

મુંબઇ: 27 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court,)ના ચૂકાદા પર પ્રતિક્રિયા આપતાં શિવસેના (Shiv Sena) નેતા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે 'સત્યની જીત થઇ. સંજય રાઉતે કહ્યું કે કોર્ટે અમને 30 કલાકનો સમય આપ્યો છે પરંતુ અમે તો 30 મિનિટમાં જ બહુમત સાબિત કરી શકીએ છીએ. 

fallbacks

મહારાષ્ટ્ર: 'પ્રોટેમ સ્પીકર' માટે આ 3 નામોની છે ચર્ચા, જાણો કોણ છે આ

આ પહેલાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંજય રાઉતે બે ટ્વિટ કર્યા જેમાં એક ટ્વિટમાં તેમણે કહ્યું કે સત્યમેવ જયતે. જ્યારે બીજી ટ્વિટમાં તેમણે લખ્યું કે સત્ય પરેશાન થઇ શકે છે, પરંતુ પરાજિત ન થઇ શકે.

તમને જણાવી દઇએ કે વિપક્ષની અરજી પર વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસને બુધવારે સાંજે પાંચ વાગ્યા પહેલાં વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની જસ્ટિસ એનવી રમન્ન, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે આ ચૂકાદો સંભળાવ્યો છે. બેંચના સૌથી સીનિયર જજ એનવી રમન્નાએ ચૂકાદો વાંચતી વખતે કહ્યું કે સંસદીય પરંપરામાં કોઇ દરમિયાનગિરી ન જોઇએ. આપણે લોકતાંત્રિક મૂલ્યોને જાળવવા પડશે.  સુપ્રીમ કોર્ટે દેવેંદ્વ ફડણવી સરકારને 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ફડણવીસ સરકારને 27 નવેમ્બરના રોજ ઓપન બેલેટ પેપર દ્વારા ટેસ્ટ આપવો પડશે. તેની વીડિયોગ્રાફી પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટાયેલા બધા સભ્યો 27 નવેમ્બરના રોજ શપથ લેશે. અમે મહારાષ્ટ્રના રાજ્યપાલને અનુરોધ કરીએ છીએ કે 27 નવેમ્બરના રોજ વિશ્વાસનો મત સુનિશ્વિત કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની પુરી કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે. કોર્ટે એમપણ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત દરમિયાન ગુપ્ત મતદાન થશે, પુરી પ્રક્રિયામાં પાંચ વાગ્યા સુધી પુરી થવી જોઇએ. તો બીજી તરફ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન દ્વારા કોર્ટમાં રજૂ થયેલા કપિલ સિબ્બલે માંગ કરી છે કે કોર્ટ સીએમ દેવેન્દ્વ ફડણવીસ પર મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવા પર પ્રતિબંધ લગાવે. કોર્ટે આ વિશે કોઇ ટિપ્પણી ન કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More