Meet Kashmir’s Rutba Showkat : જો તમે સફળ થવા માગો છો તો સપના જોવા જરૂરી છે. જોકે કોઈપણ સપનું એક દિવસમાં પૂરું થઈ શકતું નથી. તેના માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડે છે. આવો જ કંઈક સંઘર્ષ જમ્મુ કાશ્મીરની રૂતબા શૌકતે કર્યો છે. ભલે તેની ઉંમર નાની છે પરંતુ તેના સપના બહુ મોટા છે. કાશ્મીરની દીકરીએ મહેનત અને આવડતના દમ પર ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ત્યારે શૌકતનું નામ કેવી રીતે ગિનીસ બુકમાં નોંધાયું?
વાત પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રહેતી રૂતબા શૌકતની થઈ રહી છે. તેણે 1 કલાકમાં 250 ઓરિગેમી બોટ બનાવીને પેપર ફોલ્ડિંગની કલામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. રૂતબાએ પહેલાં બે વખત આ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરી હતી. પરંતુ તેને તોડી શકી નહોતી. પરંતુ તે હારી નહીં અને આજ કારણ છે કે ત્રીજા પ્રયાસમાં તે સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી.
રૂતબા શૌકત હજુ માત્ર ધોરણ-12માં ભણે છે અને તેની ઉંમર માત્ર 16 વર્ષની છે. પરંતુ તેના નામે એવી સિદ્ધિ છે. જેનાથી તેણે પરિવારનું નામ રોશન કર્યુ છે. રૂતબા એક રાષ્ટ્રીય સ્તરની માર્શલ આર્ટ ખેલાડી છે. જેમાં તેણે એક ગોલ્ડ સહિત 60 મેડલ જીત્યા છે.
શ્રીનગરના નાના વિસ્તારમાં રહેતી રૂતબા મોડર્ન આર્ટ શીખવા આતુર હતી. તેણે ઓરિગેમી બોટ બનાવવામા મહારત કોરોના પછી મેળવી હતી. જોકે પહેલાં પ્રયાસમાં તેને સફળતા નહોતી મળી. પરંતુ બીજા પ્રયાસમાં તેણે 1 કલાકમાં 150 ઓરિગેમી બોટ બનાવી હતી. પરંતુ હજુ મંજિલ ઘણી દૂર હતી. પરંતુ તેણે હાર માની નહીં.
16 વર્ષની દીકરીએ પોતાના પરિવારની સાથે સાથે દેશનું નામ પણ રોશન કર્યુ છે... સાથે જ વિસ્તારમાં વસવાટ કરતા અનેક યુવાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે