શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. પાકિસ્તાન સરહદે કઈંક મોટું કરવાની ફિરાકમાં છે. જમ્મુ અને કાશ્મીરની સરહદ પર પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ પર ભારે ભરખમ તોપોની તહેનાતી કરી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાને પોતાના તમામ મહત્વના એરબેસ પર ફાઈટર પ્લેનની તહેનાતી કરી છે.
બકરી ઈદ પર સરહદે ભારત-પાકિસ્તાન વચ્ચે ન થયું મીઠાઈનું આદાન-પ્રદાન
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ પર રોક લગાવી અને ભારત સાથે વ્યાપારિક સંબંધો ખતમ કર્યા છે.
પરંતુ આ એક નિર્ણયથી પાકિસ્તાનમાં જ હડકંપ મચી ગયો છે. ભારતીય ખેડૂતો અને વેપારીઓએ પાકિસ્તાનને પોતાનો સામાન નિકાસ કરવાની ના પાડી દીધી. આ સાથે જ સરકારે પણ કસ્ટમ ડ્યૂટી વધારીને 200 ટકા કરી નાખી. આ કારણોસર નબળા પડેલા પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ પણ 300 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે.
જુઓ LIVE TV
આર્ટિકલ 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન અનેક એવા નિર્ણયો લઈ ચૂક્યું છે જેના કારણે તે પોતે ખુબ હેરાન પરેશાન થઈ રહ્યું છે. પરંતુ વડાપ્રધાન ઈમરાન ખાન આટલું જલદી કોઈ નિર્ણય પાછો ખેંચી શકે તેમ નથી. પોતાના નિર્ણયોના કારણે પાકિસ્તાન પોતે જ બરબાદીના રસ્તે છે.
પહેલા તો પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ રદ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ વાઘા બોર્ડર થઈને જતી દિલ્હી-લાહોર બસ સેવા સ્થગિત કરી. આ ઉપરાંત તેણે ભારતીય રાજદૂતને પણ ભારત પાછા મોકલી દેવાની જાહેરાત કરી નાખી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે