Home> India
Advertisement
Prev
Next

'દંગલ ગર્લ' બબીતા ફોગટે કેસરિયો ધારણ કર્યો, કહ્યું- હું મોદીજીના કાર્યોથી પ્રભાવિત છું

આંતરરાષ્ટ્રીય રેસલર બબીતા ફોગટ પિતા મહાવીર ફોગટ સાથે આજે ભાજપમાં જોડાઈ. બબીતા આ અગાઉ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP) માટે પ્રચાર કરી ચૂકી છે.

'દંગલ ગર્લ' બબીતા ફોગટે કેસરિયો ધારણ કર્યો, કહ્યું- હું મોદીજીના કાર્યોથી પ્રભાવિત છું

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રેસલર બબીતા ફોગટ પિતા મહાવીર ફોગટ સાથે આજે ભાજપમાં જોડાઈ. બબીતા આ અગાઉ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP) માટે પ્રચાર કરી ચૂકી છે. મહાવીર ફોગત જેજેપીના સ્પોર્ટ્સ સેલના પ્રદેશઅધ્યક્ષ રહી ચૂક્યા છે. બંનેએ જેજેપીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. 

fallbacks

J&K: LoC પર ભારે ભરખમ તોપો તહેનાત કરી રહ્યું છે પાકિસ્તાન, સરહદે મોટા ષડયંત્રનો ખુલાસો 

બબીતા અને મહાવીર ફોગટે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. આ દરમિયાન ભાજપના નેતા અનિલ જૈન, રામવિલાસ શર્મા, અને અનિલ બલૂની પણ હાજર રહ્યાં હતાં. ભાજપમાં સામેલ થયા બાદ બબીતાએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી. 

આ અવસરે બબીતા ફોગટે કહ્યું કે "હું બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. મોદીજીની હું ઘણા વર્ષોથી ફેન છું. તેમના કાર્યોથી પ્રભાવિત છું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે. તેનાથી મારા મનમાં અલગ ખુશી થઈ. તેનાથી દરેક જણ ભાજપ સાથે જોડાવવા માંગશે."

આ બાજુ બબીતાના પિતા મહાવીર ફોગટે ભાજપમાં જોડાવવા બદલ કહ્યું કે "બધાને મારા તરફથી રામ રામ. મને ખુબ ખુશી છે કે આપણા મોદીજીએ પુલવામાનો તરત બદલો લીધો. 370 હટાવીને જે ઈતિહાસ રચ્યો છે, તેનાથી હું પ્રભાવિત થયો છું. અમારા હરિયામાના મુખ્યમંત્રી ખુબ સારું કામ કરે છે. અમે બરાલાજીથી પ્રભાવિત થઈને પાર્ટી જોઈન કરી છે."

જુઓ LIVE TV

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે "મહાવીરજી આપણા સમાજ માટે એક મિસાલ છે. હું મહાવીરજીનું અભિનંદન કરવા માંગુ છું. હું તમારું ભાજપ પરિવારમાં સ્વાગત કરું છું. બબીતા યુવા છે, સમગ્ર ભારતની યુવા પેઢી માટે પ્રેરણાવાળી ખેલાડી રહી છે. તેઓ પાર્ટીમાં આવ્યાં બાદ પણ ખેલી શકે છે."

નોંધનીય છે કે હરિયાણામાં આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ પોતાનો ગઢ મજબુત કરવાના પ્રયત્નોમાં છે. ભાજપે હરિયાણા માટે નરેન્દ્ર સિંહ તોમરને ચૂંટણી પ્રભારી બનાવ્યાં છે. ભૂપેન્દ્રસિંહને સહ પ્રભારી બનાવ્યાં છે. પાર્ટીએ આ વખતે 90 બેઠકોમાંથી 75 પ્લસનો નારો આપ્યો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More