Jamnagar jaguar Plane Crash: ઉંમર 28 વર્ષ, પરિવારમાં એકમાત્ર પુત્ર, 10 દિવસ પહેલા થઈ સગાઈ, લગ્નની તૈયારી વચ્ચે આવ્યા શહીદ થવાના સમાચાર. આ કહાની છે બુધવારે રાત્રે જામનગરમાં ક્રેશ થયેલા ફાઇટર પ્લેન જગુઆરના શહીદ ફ્લાઇટ લેફ્ટિનેન્ટ સિદ્ધાર્થ યાદવની. સિદ્ધાર્થ યાદવ હરિયાણાના રેવાડીનો રહેવાસી હતા. સિદ્ધાર્થના પરિવારમાં લગ્નની તૈયારી ચાલી રહી હતી ત્યારે બુધવારે તેના શહીદ થવાના સમાચાર આવ્યા હતા. સિદ્ધાર્થના પરિવારજનોમાં માતમ છવાયો છે.
સિદ્ધાર્થના પરિવારજનો અને સ્થાનીક લોકોએ જણાવ્યું કે 23 માર્ચે તેની સગાઈ થઈ હતી. 31 માર્ચે તે રેવાડીથી રજા પૂરી કરી જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યો હતો. બે દિવસ બાદ દુર્ઘટનામાં મૃત્યુ થવાના સમાચાર સામે આવ્યા છે.
શું બોલ્યા સિદ્ધાર્થ યાદવના પિતા
જગુઆર પ્લેન ક્રેશમાં શહીદ થયેલા વાયુસેના પાયલટ સિદ્ધાર્થ યાદવના પિતા સુશીલ યાદવે કહ્યુ- 2 માર્ચે રાત્રે 11 કલાકે કમાન્ડિંગ એર ઓફિસરે અમને ઘટનાની જાણકારી આપી કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે, એક પાયલટને બચાવી લેવામાં આવ્યો છે, બીજો પાયલટ, અમારા પુત્રનું મોત થયું છે.
Flight Lieutenant Siddharth Yadav
who was immortalized in a Jaguar crash at Jamnagar yesterday’s night
Om Shanti! Waheguru 💐 pic.twitter.com/ZGgYMFfkTU
— Manjit Sandhu Jai Hind 🇮🇳 (@manjitgarg75) April 3, 2025
સિદ્ધાર્થના પરિવારની 4 પેઢી સેનામાં
સુશીલ યાદવે આગળ જણાવ્યું કે 23 માર્ચે તેની સગાઈ થઈ હતી. જાન્યુઆરી 2016માં તેણે એનડીએ કોર્સમાં પ્રવેશ લીધો હતો. તે એક હોશિયાર વિદ્યાર્થી હતો. અમને હંમેશા તેના પર ગર્વ હતો. મારા પિતા અને દાદા તેનામાં હતા. હું પણ વાયુસેનામાં હતો. મને તેના પર ખૂબ ગર્વ છે, તેણે એક જીવ બચાવતા પોતાનો જીવ ગુમાવી દીધો. પરંતુ તે દુખની વાત છે કારણ કે તે મારો એકમાત્ર પુત્ર હતો.
આ પણ વાંચોઃ શું ઘરડા મા-બાપ સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
સિદ્ધાર્થ રેવાડીના ભાલખી માજરા ગામનો રહેવાસી હતો. પરંતુ થોડા સમય પહેલા તેના પિતાએ રેવાડી સેક્ટર 18માં ઘર બનાવ્યું હતું. પરિવારજનો અત્યારે રેવાડી સેક્ટર 18માં રહે છે. સિદ્ધાર્થની એક નાની બહેન છે.
સગાઈની રજામાંથી પરત ફરી સિદ્ધાર્થ 2 એપ્રિલે રૂટીન સોર્ટી માટે જગુઆર વિમાન લઈ નીકળ્યો હતો. તેની સાથે અન્ય સાથી મનોજ કુમાર સિંહ હતા. આ દરમિયાન વિમાનમાં કોઈ ખામી આવી હતી. ત્યારબાદ ફાઇટર પ્લેનને યોગ્ય રીતે લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે