DA Arrears: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જલદી તેમને પોતાના મોંઘવારી ભથ્થાની સાથે તેનું એરિયર પણ મળી જશે. 3 મહિનાની બાકી રકમ એક સાથે રિલીઝ કરાશે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે હાલમાં જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રિવાઈઝ કર્યું છે. આ વખતે તેમના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો ઉછાળો આવ્યો છે. 1 જાન્યુઆરી 2025થી તેમનું મોંઘવારી ભથ્થું 53 ટકાથી વધીને 55 ટકા થયું છે. જો કે 2 ટકાનો વધારો ગત 7 વર્ષમાં સૌથી ઓછો છે. આ સાથે જ આ વખતે સરકારે તેને માર્ચના અંતમાં મંજૂરી આપી દીધી. આથી તેની ચૂકવણી એપ્રિલમાં થશે. તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 48.6 લાખ કર્મચારીઓ અને 66.5 લાખ પેન્શનર્સને ફાયદો થશે. સરકાર પર વધારાથી 6,614 કરોડનો વાર્ષિક બોજો પડશે.
ક્યારે અને કેટલા પૈસા મળશે?
નવું મોંઘવારી ભથ્થું (DA) તો 1 જાન્યુઆરી 2025થી લાગૂ થશે પણ ચૂકવણી એપ્રિલમાં થશે. જો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2025ની બાકી રકમ પણ કર્મચારીઓને મળશે. જે કર્મચારીઓનો બેઝિક સેલરી ₹18,000 છે તેમને દર મહિને ₹360 રૂપિયાનો ફાયદો થયો છે. આ રીતે જોઈએ તો ત્રણ મહિનાનું તેમનું કુલ એરિયર ₹1080 થશે. તેની ચૂકવણી પણ એપ્રિલના પગાર સાથે થશે. જ્યારે પેન્શનર્સ કે જેમનો બેઝિક પેન્શન ₹9,000 હોય તેમને દર મહિને ₹180 નો ફાયદો થયો છે અને ત્રણ મહિનાની બાકી રકમ તરીકે તેમને ₹540 રૂપિયા મળશે. વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. એકવાર જાન્યુઆરીમાં અને બીજીવાર જુલાઈમાં. હવે આગામી વધારો જુલાઈ-ડિસેમ્બર 2025માં થશે. જેની જાહેરાત સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં થશે.
કેમ ફક્ત 2% વધ્યું DA?
ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર્સ પ્રાઈમ ઈન્ડેક્સ (CPI-IW) મુજબ જાન્યુઆરી 2025થી DA/DR 2% વધ્યું છે. ડિસેમ્બર 2024માં AICPI-IW નો નંબર 143.7 અંક પર રહ્યું હતું. જેનાથી DA ની ગણતરી 55.98% પર પહોંચી હતી. પરંતુ સરકારી નિયમો મુજબ ડેસિમલ બાદની સંખ્યાને મોંઘવારી થ્થા સાથે જોડાતો નથી એટલે તે 55% સુધી રાખવામાં આવ્યું.
78 મહિનામાં પહેલીવાર બન્યું
ગત કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થું 3 કે 4 ટકાના દરે વધ્યું છે. પરંતુ 78 મહિના (સાડા 6 વર્ષ)માં પહેલીવાર એવું બન્યું છે કે DA માં ફક્ત 2%નો વધારો કરવામાં આવ્યો. તે પહેલા વર્ષ 2018માં 2 ટકાના દરે મોંઘવારી ભથ્થું વધ્યું હતું. ત્યારબાદથી સતત 3 કે 4 ટકા જ વધારો જોવા મળ્યો. નવા પે કમિશન લાગૂ થતા પહેલા મોંઘવારી ભથ્થામાં જેટલો ગ્રોથ થશે તેટલો કર્મચારીઓને ફાયદો થશે. પરંતુ હાલમાં જ આઠમાં પગાર પંચની જાહેરાત થઈ અને જાહેરાત પછી તરત ફક્ત 2 ટકા મોંઘવારી ભથ્થું વધવું એ કર્મચારીઓને કઈ યોગ્ય લાગ્યું નથી.
શૂન્ય થશે મોંઘવારી ભથ્થું?
આઠમાં પગાર પંચના લાગૂ થયા થતા મોંઘવારી ભથ્થાની ગણતરી એકવાર ફરીથી બદલાઈ શકે છે. ચર્ચા છે કે ડીએને બેઝિક સેલરીમાં મર્જ કરી દેવાશે. તેનાથી સેલરનું સ્ટ્રક્ચર ફરીથી સેટ થશે અને DA શૂન્યથી ફરીથી શરૂ થશે. પરંતુ આ સંપૂર્ણ રીતે પેનલની ભલામણો પર નિર્ભર રહેશે. સૂત્રોનું માનીએ તો સરકાર જ્યારે આઠમા પગાર પંચને લાગૂ કરશે ત્યારે મોંઘવારી ભથ્થાની ગણતરી માટે તેનું બેસ યર પણ બદલાઈ શકે છે. તેનાથી પણ મોંઘવારી ભથ્થાની ગણતરી શૂન્યથી શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે