Home> India
Advertisement
Prev
Next

ઝારખંડના ધારાસભ્યો માટે રાયપુરમાં ખાસ વ્યવસ્થા, સરકારી ગાડીમાં રિસોર્ટમાં પહોંચ્યો દારૂ, જુઓ Video

રાયપુરના સ્થાનીક મીડિયામાં તસવીરો સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડીએ ટ્વીટ કર્યુ કે સરકારી ગાડીમાં ઝારખંડી મહેમાનો માટે દારૂની હેરાફેરી. હાલ તો સોશિયલ મીડિયા પર આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. 

ઝારખંડના ધારાસભ્યો માટે રાયપુરમાં ખાસ વ્યવસ્થા, સરકારી ગાડીમાં રિસોર્ટમાં પહોંચ્યો દારૂ, જુઓ Video

રાયપુરઃ ઝારખંડની સત્તાધારી પાર્ટીના ધારાસભ્યોના મે-ફેયર રિસોર્ટ પહોંચતા પહેલા છત્તીસગઢ સરકારની ગાડીમાં મોંઘો દારૂ અને બિયર ત્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો. ત્યારે રિસોર્ટની બહાર તૈનાત મીડિયાકર્મીઓએ તસવીર લેવાનું શરૂ કરી દીધું. બાદમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રાયપુરના સ્થાનીક મીડિયામાં તસવીરો સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડીએ ટ્વીટ કર્યું કે સરકારી ગાડીમાં મહેમાનો માટે દારૂ આવ્યો. તમને યાદ અપાવી દઈએ કે ઝારખંડમાં સારૂ પીરસવો, પીવો-પીવળા વવો અને તેનાથી પેદા થનાર ધનની લેતી-દેતીનું નેટવર્ક છત્તીસગઢનું જ છે. 

fallbacks

મામલો સામે આવ્યા બાદ છત્તીસગઢ કોંગ્રેસે મૌન ધારણ કરી લીધુ છે. તો ભાજપના છત્તીસગઢ સરકારના પૂર્વ મંત્રી મહેશ ગાગડાએ કહ્યુ કે સરકારે દારૂની દિવસમાં વ્યવસ્થાને કારણે 5 લાખ લોકો આંદોલ પર છે. તેનું વેતન વધારવાના પૈસા નથી અને બહારના રાજ્યના ધારાસભ્યોના મોજશોખ માટે દારૂ-કબાબની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યારે દિવસ છે અને દારૂ મોકલવામાં આવી રહ્યો છે. રાતમાં તેની મોજમજાની વધુ વ્યવસ્થા સરકાર કરશે. 

હોટલ મે-ફેયર રિસોર્ટમાં છત્તીસગઢ સરકારની સરકારી ગાડીથી દારૂ લાવવાના મામલામાં કોંગ્રેસે વીડિયોની સત્યતા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ કહ્યું કે વીડિયોની સત્યતા પર શંકા છે. આ વીડિયો એડિટેડ છે, ક્યાં બનાવવામાં આવ્યો છે. તેને છત્તીસગઢ સરકાર કે કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. 

ઝારખંડમાં સંકટ વચ્ચે ધારાસભ્યો પહોંચ્યા રાયપુર
ઝારખંડની હેમંત સોરેન સરકાર પર છવાયેલા સંકટની અટકળો વચ્ચે રાજ્યની સત્તામાં રહેલ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના ધારાસભ્યોને એક વિશેષ વિમાનથી છત્તીસગઢ મોકલવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ દ્વારા ધારાસભ્યોની કથિત ખરીદીથી બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ વિદેશી ચલણની તસ્કરી કરવાનો નવો કિમિયો, લહેંગાના બટનમાં છુપાવ્યા લાખો રૂપિયા, જુઓ Video

આશરે 41 ધારાસભ્યોને લઈને એક વિશેષ ઉડાન સાંજે સાડા ચાર કલાકે રાંચી એરપોર્ટ પરથી છત્તીસગઢની રાજધાની રાયપુર માટે રવાના થઈ હતી. ઉડાન સાંજે 5.30 કલાકે રાયપુર એરપોર્ટ પહોંચી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More