નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા કબીર બેદી એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઉતરી પડ્યા છે. તેમણે અગાઉ પણ પીએમ મોદીનું સમર્થન કર્યું હતું જ્યારે મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને અપીલ કરતી વખતે કબીર બેદીને ટેગ કર્યા હતાં. કબીર બેદીની આ ટ્વિટ એવા સમયે આવી છે કે જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી હાલ બે જૂથમાં વહેચાઈ ગઈ છે. એક જૂથ એવું છે જે હાલની સરકારની વિરુદ્ધમાં છે જ્યારે બીજુ જૂથ પીએમ મોદીને સમર્થન કરે છે.
ઓવૈસીએ તમામ હદો કરી પાર, PM મોદી અને નીતિશકુમાર અંગે આપ્યું અત્યંત વિવાદાસ્પદ નિવેદન
કબીર બેદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે આ વખતે ચૂંટણીમાં પહેલીવાર મત આપતા લોકોના મત ખુબ મહત્વના છે. અનેક બેઠકો પર તેમના મત નિર્ણાયક રહેશે. આ ચૂંટણીમાં તમે એ લોકોની વાત બિલકુલ ન સાંભળો જે કોંગ્રેસના જૂના પાપ ભૂલી ચૂક્યા છે. તમે દુરંદ્રષ્ટિ પર ભરોસો કરો. તમે પીએમ મોદીની પ્રગતિશીલ નીતિઓ પર ભરોસો કરો. તેઓ દેશના બેસ્ટ પીએમ છે.
તાજેતરમાં જ અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરિશ કર્નાડ સહિત અનેક મોટી હસ્તીઓએ પીએમ મોદી સરકારની ટીકા કરી હતી. આ લોકોના વિરોધમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી જ લગભગ 900 હસ્તીઓએ પત્ર લખીને પીએમ મોદીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. જે લોકોએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું હતું તેમાં પંડિત જસરાજ, અનુરાધા પૌંડવાલ સહિત અનેક જાણીતી હસ્તીઓ હતી.
ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ગયેલા ચંદ્રબાબુની સાથે જોવા મળ્યો EVM ચોરીનો આરોપી
પહેલા મેં કહ્યું હતું કે અનેક મુદ્દાઓ પર સહમત નહીં, પરંતુ...
આ અગાઉ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે દેશની જનતાને પીએમ મોદીએ અપીલ કરી હતી. દેશના વડાપ્રધાને સેલિબ્રિટિઝથી લઈને ખેલાડીઓ સુધીના અનેક ચર્ચિત ચહેરાઓના ફેન્સને પણ મતદાનની અપીલ કરી હતી. ત્યારબાદ બોલિવૂડના મશહૂર અભિનેતા કબીર બેદીએ પીએમને ટેગ કરીને ટ્વિટર પર એક પોસ્ટ લખી છે જેમાં કહ્યું છે કે ભલે હું તમારા અનેક મુદ્દાઓ સાથે સહમત નથી પરંતુ બેશક તમે દેશના બેસ્ટ પીએમ છો.
જુઓ LIVE TV
કબીર બેદીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે મેં તમને 2014માં સપોર્ટ કર્યો હતો. હું તમને ફરીથી પીએમ બનતા જોવા માંગુ છું. કેટલાક મુદ્દાઓ પર ભલે હું તમારી સાથે સહમત નથી પરંતુ એક વાત જરૂર કહેવા માંગુ છું કે તમે બેશક દેશના બેસ્ટ પીએમ છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે