Home> India
Advertisement
Prev
Next

Gyanvapi Masjid Controversy: BJP MLA નું વિવાદિત નિવેદન, કહ્યું- 'અમે 3 મંદિર માંગ્યા હતા, તમે ન માન્યા, હવે...'

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ દરમિાયન કાનપુરના બિઠુરથી ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગાએ એક વિવાદિત નિવેદન આપ્યું. અભિજીત સાંગાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. તેમણે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો પર નિવેદન આપ્યું.

Gyanvapi Masjid Controversy: BJP MLA નું વિવાદિત નિવેદન, કહ્યું- 'અમે 3 મંદિર માંગ્યા હતા, તમે ન માન્યા, હવે...'

MLA Abhijeet Singh Sanga Controversial Statement: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ દરમિાયન કાનપુરના બિઠુરથી ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગાએ એક વિવાદિત નિવેદન આપ્યું. અભિજીત સાંગાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. તેમણે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો પર નિવેદન આપ્યું.

fallbacks

ભાજપના વિધાયક અભિજીત સિંહ સાંગાએ એક ટ્વીટ  કરી જેમાં લખ્યું છે કે દુર્યોધને પાંચ ગામ નહતાં આપ્યા અને તેમણે આખું સામ્રાજ્ય ગુમાવવું પડ્યું હતું. અમે ત્રણ મંદિર માંગ્યા હતા અને તમને ન માન્યા. હવે તૈયાર રહો, બધા મંદિર પાછા લઈશું. અત્રે જણાવવાનું કે ભાજપના આ ધારાસભ્ય અભિજીત સિંહ સાંગા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. 

અલગ અલગ દાવા
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયમાં દેશમાં અલગ અલગ ભાગમાં આવેલા ધાર્મિક સ્થળો અને ઈમારતોને લઈને અનેક દાવા થઈ રહ્યા છે અને કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરાઈ છે. આ કડીમાં વારાણસીમાં હિન્દુ પક્ષના દાવાને લઈને પણ સરવે કરાવવામાં આવ્યો જેમાં મસ્જિદના વઝૂખાનામાં શિવલિંગ મળ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. આ મામલે સુપ્રીમમાં અને વારાણસી કોર્ટમાં અલગ અલગ સુનાવણી ચાલુ છે. આ ઉપરાંત મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે પણ નીચલી કોર્ટમાં હવે સુનાવણી થશે. 

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More