Home> India
Advertisement
Prev
Next

કર્ણાટકના બળવાખોર MLAએ મુંબઇ પોલીસને લખ્યો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં

કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારને બચાવવાના કામમાં લાગી છે. સરકારને રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ-જેડીએસના 14 બળવાખોર ધારાસભ્યો મુંબઇની રેનેસેન્સા હોટલમાં રોકાયા છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે બળવાખોર ધારાસભ્યોની અરજી પર ફરી સુનાવણી કરશે.

કર્ણાટકના બળવાખોર MLAએ મુંબઇ પોલીસને લખ્યો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં

મુંબઇ: કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારને બચાવવાના કામમાં લાગી છે. સરકારને રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ-જેડીએસના 14 બળવાખોર ધારાસભ્યો મુંબઇની રેનેસેન્સા હોટલમાં રોકાયા છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે બળવાખોર ધારાસભ્યોની અરજી પર ફરી સુનાવણી કરશે. આજે 15 જુલાઇના કાર્ણાટક મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, કોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જૂન ખડગે અને ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વર મુંબઇ પહોંચી શકે છે.

fallbacks

વધુમાં વાંચો:- ભાગલાવાદીઓ નરમ પડ્યા, કાશ્મીરી પંડિતોની ઘર વાપસી માટે શક્ય દરેક મદદ કરવા તૈયાર

માનવામાં આવી રહ્યું છે કે, આ લોકો બળવાકોર ધારાસભ્યોને મનાવવા માટે મુંબઇ જશે. પરંતુ બળવાખોર ધારાસભ્યોએ મુંબઇ પોલીસ પાસે સુરક્ષા આપવા માગ કરી છે. બળવાખોર ધારાસભ્યો તરફથી મુંબઇ પોલીસને એક પત્ર પણ લખાવમાં આવ્યો છે.

વધુમાં વાંચો:- છેલ્લી ઘડીએ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2નું લોન્ચિંગ અટકાવાયું, જાણો શું કહ્યું ISROએ?

મુંબઇના પવઈ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં બળાવખોર ધારાસભ્યોએ કહ્યું છે કે, મલ્લિકાઅર્જૂન ખડગે, ગુલાબ નબી આઝાદ અને મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના કોઇ પણ કોંગ્રેસ નેતાથી મળવાનો અમારો કોઇ ઇરાદો નથી. અમારે અન્ય કોઇ રાજકારણીથી મળવાનો કોઇ ઇરાદો નથી. અમને તેમનાથી જીવનું જોખમ છે.

વધુમાં વાંચો:- શું ચંદ્ર પર માનવ વસ્તી વસી શકશે? Chandrayaan-2 પાસે શું છે અપેક્ષાઓ?

બળવાખોર ધારાસભ્યોએ વધુમાં પત્રમાં લખ્યું છે કે, અમે તમને વિનંતી કરીએ છે કે, આ લોકોને અમને મળવાથી રોકવા અને જરૂરી પગલાં લેવા જોઇએ. જણાવી દઇએ કે, આજે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સહિત કોંગ્રેસ નેતાઓ મુંબઇ પહોંચવાની સંભાવના છે. એવામાં ત્યાં હંગામો થવાની સંભાવના છે.

વધુમાં વાંચો:- કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહનો દાવો, કાશ્મીરમાં આતંકવાદનું આ અંતિમ વર્ષ

મુંબઇની હોટલમાં રોકાયેલા કોંગ્રેસ-જેડીએસના બધા બળવાખોર ધારાસભ્યને ગત સપ્તાહ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, તેઓ કર્ણાટકના વિધાનસભા સ્પીકર કે.આર રમેશ કુમારથી જઇને મળે અને તેમને પોતાના રાજીનામાંની જાણકારી આપે. ત્યારબાદ આ બધા બળવાખોર ધારાસભ્યો બેંગલુરુ જઇ સ્પિકરને મળ્યા અને તે જ દિવસે પરત મુંબઇ ફર્યા હતા.

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More