Home> India
Advertisement
Prev
Next

Ladakh Accident: 26 જવાનો ભરેલી બસ નદીમાં ખાબકી, 7 જવાન શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Ladakh Road Accident: લદ્દાખના તુરતુક સેક્ટરમાં એક રોડ અકસ્માતમાં ભારતીય સેનાના 7 જવાનોએ જીવ ગુમાવ્યો છે. અન્ય જવાનોને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત દરમિયાન ગાડીમાં કુલ 26 સૈનિકો હાજર હતા. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

Ladakh Accident: 26 જવાનો ભરેલી બસ નદીમાં ખાબકી, 7 જવાન શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Ladakh Road Accident: લદ્દાખના તુરતુક સેક્ટરમાં એક રોડ અકસ્માતમાં ભારતીય સેનાના 7 જવાનોએ જીવ ગુમાવ્યો છે. અન્ય જવાનોને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત દરમિયાન ગાડીમાં કુલ 26 સૈનિકો હાજર હતા. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ગંભીરરૂપથી ઘાયલ જવાનોને ભારતીય વાયુસેનાની મદદથી હાયર સેન્ટર રેફર કરવામાં આવ્યા. સેનાના સૂત્રો પાસેથી આ વાતની જાણકારી મળી છે. 

fallbacks

ANI એ સેનાના સૂત્રોના હવાલેથી ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર અને દેખભાળ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેના અંતગર્ત વધુ ગંભીર લોકોને ભારતીય વાસુસેના દ્રારા પશ્વિમી કમાનમાં સ્થળાંતરીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે 26 જવાન પરતાપુરમાં ટ્રાંજિટ કેમ્પમાંથી સબ સેક્ટર હનીફ તરફ આગળ વધી રહ્યા હતા. સમાચાર છે કે સવારે 9 વાગે થોઇસથી લગભગ 25 કિમી દૂર ગાડી અચાનક લપસી ગઇ અને લગભગ 50-60 ફૂટ ઉંડી શ્યોક નદીમાં ખાબકી ગઇ. આ અકસ્માતમાં તમામ સવાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More