Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD માં ક્રિકેટોત્સવ અગાઉ દર્શકો ગાંડાતુર, RCBની ટી શર્ટ સૌથી વધારે વેચાઇ

IPL 2022 ની બીજી ક્વોલિફાયર મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ સાંજે 07.30 વાગ્યે શરૂ થશે. આ મેચના પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચના પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. જેના પગલે ભારતના ખુણે ખુણેથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. બંન્ને ટીમોના ઉત્સાહ વધારવા માટે લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. સ્ટેડિયમમાં અત્યારે મોટા પ્રમાણમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. 

AHMEDABAD માં ક્રિકેટોત્સવ અગાઉ દર્શકો ગાંડાતુર, RCBની ટી શર્ટ સૌથી વધારે વેચાઇ

અમદાવાદ : IPL 2022 ની બીજી ક્વોલિફાયર મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ સાંજે 07.30 વાગ્યે શરૂ થશે. આ મેચના પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચના પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. જેના પગલે ભારતના ખુણે ખુણેથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. બંન્ને ટીમોના ઉત્સાહ વધારવા માટે લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. સ્ટેડિયમમાં અત્યારે મોટા પ્રમાણમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. 

fallbacks

વડોદરામાં રખડતા ઢોરે પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિનો હાથ તોડી નાંખ્યો, પત્ની પણ લકવાગ્રસ્ત

IPL 2022 બીજી ક્વોલિફાયર શરૂ થાય છે અને દર્શકોની સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગેટ નંબર 1 પાસે બેરિકેડ્સ લગાવી દેવાયા છે. અનેક લોકો સોશિયલ મીડિયાના વળગણને પગલે સેલ્ફીઓ પડાવી રહ્યા છે. તો કોઇ વીડિયો બનાવી રહ્યા છે. તો બીજી તરફ અનેક લોકો ચાહકોને ટિકિટ નહી મળતા તેઓ નિરાશ થઇ રહ્યા છે. ટિકિટ માટે પ્રયાસો કરી રહ્યા છે. કેટલાક લોકો આ તકનો લાભ લઇને બ્લેકમાં પણ ટિકિટો વહેંચી રહ્યા છે.

મુસાફરોથી ભરેલી બસને સાંતલપુર હાઈવે પર અકસ્માત, બસનુ પડીકુ વળી ગયુ

અત્રે ઉલ્લેખનીય છે કે, આજની મેચ અગાઉ રોયલચેલેન્જર્સ બેંગ્લોરની ટીશર્ટ  કરતા વધારે ગુજરાત ટાઇટન્સની ટીશર્ટ્સ મોટા પ્રમાણમાં વેચાઇ રહી છે. જેમાં સૌથી વધારે ગુજરાત ટાઇટન્સની હાર્દિક પંડ્યાની 33 નંબરની ટીશર્ટ સૌથી વધારે વેચાઇ રહી છે. હાર્દિક પંડ્યાની બે દિવસમાં 200થી વધારે ટીશર્ટ વેચાઇ ચુકી છે. બીજી તરફ વિરાટ કોહલીની ટીશર્ટ તો રેકોર્ડબ્રેક વેચાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More