મુંબઇ : અભિનેત્રી ઉર્મીલા માતોડકર રાજનીતિક કારકીર્દીની શરૂઆત કરી શકે છે. સુત્રોનું કહેવું છે કે તેઓ આગામી બે -ત્રણ દિવસમાં કોંગ્રેસ જોઇન કરી શકે છે. માહિતી અપાઇ રહી છે કે ઉર્મીલાને કોંગ્રેસ નોર્થ મુંબઇ લોકસભા સીટથી ઉમેદવાર બની શકે છે. આ સીટ પર ભાજપના ગોપાલ શેટ્ટીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસની રણનીતિ છે કે તેઓ ગોપાલની વિરુદ્ધ ગ્લેમરસ ચહેરો મેદાનમાં ઉતારે. આ કારણથી ઉર્મીલાને ચૂંટણીમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019)માં નોર્થ મુંબઇથી મરાઠી અભિનેત્રી આસાવરી જોશી અને શિલ્પા શિંદેએ પણ કોંગ્રેસ પાસે ટીકિટ માંગી છે, જો કે અત્યાર સુધી આ અંગે નિર્ણય લેવામાં નથી આવ્યો. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં નોર્થ મુંબઇ સીટથી કોંગ્રેસ તરફથી સંજય નિરુપમને ટીકિટ અપાઇ હતી જો કે ભાજપનાં ગોપાલ શેટ્ટી સામે હારી ગયા હતા. જીત પણ ઘણી મોટી હતી. જેના કારણે નિરુપમ આ વખતે નોર્થ વેસ્ટ મુંબઇથી લડવા માંગે છે.
કઇ રીતે લાગુ થશે લઘુત્તમ આવક યોજના, કોને મળશે ફાયદો ? જાણો સમગ્ર માહિતી
વર્ષ 2004માં નોર્થ મુંબઇ સીટ પર કોંગ્રેસે બોલિવુડ અભિનેતા ગોવિંદાને મેદાનમાં ઉતાર્યોહ તો. આ રણનીતિ કામ આવી હતા અને ગોવિંદાએ ભાજપનાં કદ્દાવર નેતા રામ નઇકને પરાજીત કર્યા હતા. ઉર્મિલાના બહાને કોંગ્રેસ 2004નો ઇતિહાસ પુનરાવર્તિત કરવા માગે છે.
અમારી સરકાર આવશે તો દરેક ગરીબના 'બેંક ખાતા'માં પ્રતિવર્ષ 72 હજાર અપાશે: રાહુલ ગાંધી
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની રામપુર સીટ પર સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા આઝમ ખાન સામે ભાજપ અભિનેત્રી જયા પ્રદાને ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આ અગાઉ સપના ચૌધરીના કોંગ્રેસમાં જોડવા અને ચૂંટણી લડવાની ચર્ચા હતી. જો કે સપના ચોધરીએ કોંગ્રેસમાં જોડાયાનો ઇન્કાર કરી દીધો હતો. ઉપરાંત તે ભવિષ્યમાં પણ કોંગ્રેસ સાથે નહી જોડાય તેવી પણ સ્પષ્ટતા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે