જયપુરઃ કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ માઇક હેસનને આશા છે કે, તેની ટીમે જે સારી તૈયારી કરી છે અને ટીમ શાનદાર પ્રદર્શન કરશે.
સોમવારે કિંગ્સ ઇલેવન પંજાબ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019ના પોતાના અભિયાનની શરૂઆત કરી રહી છે. ટીમનો પ્રથમ મુકાબલો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સની સામે થશે. ગત વર્ષે શાનદાર પ્રારંભ કર્યા બાદ ટીમની ગાડી પાટા પરથી ઉતરી ગઈ અને પોઈન્ટ ટેબલમાં નીચે રહી હતી. આ વર્ષે ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. ટીમે કોચ પણ બદલ્યા છે. વીરેન્દ્ર સહેવાગના સ્થાન પર ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસનને ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે.
હેસને કહ્યું કે, છેલ્લા 10 દિવસથી તેની ટીમ મોહાલીમાં સારી તૈયારી કરી રહી હતી. તેમણે મેચના એક દિવસ પહેલા કહ્યું કે, ખેલાડી મેદાન પર ઉતરવાને લઈને ખુબ આતુર છે.
.@CoachHesson is confident about the team's preparation and hopes that you are too. 🗣
Read more: https://t.co/z9wiMaV4TU#SaddaPunjab #SaddaSquad pic.twitter.com/gDAavWuwcP
— Kings XI Punjab (@lionsdenkxip) March 25, 2019
હેસનનો આ વીડિયો કિંગ્સ ઈલેવન પંજાબના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. હેસને કહ્યું કે, અમારી પાસે સારી ટીમ છે.
IPL 2019: પંજાબ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, ગેલ અને સ્મિથ પર રહેશે નજર
હેસને કહ્યું કે, તેમણે વિકેટ અને પરિસ્થિતિને જોઈ લીધી છે અને તે સોમવારે આ પ્રમાણે ટીમ મેદાન પર ઉતારવા ઈચ્છશે. તેમણે પ્રશંસકોને ટીમનું સમર્થન કરવાનું કહ્યું અને આઈપીએલમાં સારી શરૂઆત કરવાની આશા વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે