Home> India
Advertisement
Prev
Next

શું આ છે વાસ્તવિક ચાણક્ય? જેના ઇશારે PM મોદીથી લઇને રાહુલ ગાંધી સુધી કરે છે કૅમ્પેન

લોકસભા ચૂંટણી 2019ના સમરમાં ઉતરી રહેલા ઉમેદવાર જ્યાં અર્જૂનની આંખની જેમ તેમની બેઠક પર નજર રાખી મતદારોને લાલચ આપવાનો દરેક સંભવ પ્રયત્ન કરવામાં લાગ્યા છે

શું આ છે વાસ્તવિક ચાણક્ય? જેના ઇશારે PM મોદીથી લઇને રાહુલ ગાંધી સુધી કરે છે કૅમ્પેન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના સમરમાં ઉતરી રહેલા ઉમેદવાર જ્યાં અર્જૂનની આંખની જેમ તેમની બેઠક પર નજર રાખી મતદારોને લાલચ આપવાનો દરેક સંભવ પ્રયત્ન કરવામાં લાગ્યા છે, ત્યારે આ દંગલમાં યોદ્ધાઓનું વધું ક દળ પરણ છે જે પર્દા પાછળ રહી ચૂંટણી આંકડાની ગણતરી કરી રહ્યાં છે. વર્તમાન વલણોનું મૂલ્યાંકન, વિશ્લેષણ, મંથન કરવું અને રણનીતિ બનાવવી રહ્યાં છે.

fallbacks

વધુમાં વાંચો: ‘બોટ યાત્રા’ બાદ હવે ટ્રેનથી અયોધ્યા સુધી મુસાફરી કરશે પ્રિંયકા ગાંધી વાડ્રા

પરંતુ તેમના માટે નહીં, પરંતુ તેમના ક્લાઇન્ટ્સ માટે. આ રાજકીય સલાહકાર અથવા રાજકીય રણનીતિકાર છે જે રોજ 12થી 14 કલાક કામ કરે છે અને તેમના ક્લાઇન્ટ્સની જીત સુનિશ્ચિત કરવા માટે કોઇ પ્રકારની કસર છોડતા નથી માગતા.

તેમની મદદ માટે યુવાઓની એક સંપૂર્ણ ફોજ પણ તેમના આ મિશનમાં સાથે છે, જેમાં રિસર્ચર, ડિઝિટલ માર્કેટીયર્સ, વિશ્લેષક અને સોફ્ટવેયર એન્જિનિયર્સ જેવા તેમના ક્ષેત્રમાં કુશળ વ્યાવસાયિકો છે.

ચૂંટણીમાં મેનેજમેન્ટની ભૂમિતા મોટી
ભારતમાં ચૂંટણી લડવાની પદ્ધતિઓમાં આશ્ચર્યજનક રીતે બદલાવ આવ્યો છે. અને હવે વોટરને આકર્ષિત કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરી પાર્ટીઓ અને ઉમેદવારો માત્ર ચૂંટણી પ્રચાર અને લોક લોભામણા ઘોષણાપત્રો પર જ વિશ્વાસ રાખી બાજી જીતી શક્તા નથી, પરંતુ જીતવા માટે તેનાથી વધારે ઘણું બધું કરવું પડે છે. અને આ ભૂમિકા અદા કરતા હોય છે. ખાસ ચૂંટણી નિષ્ણાત જેમને કૅમ્પેન મેનેજર, રાજકિય નિષ્ણાત, રાજકીય સલાહકાર, રાજકીય રણનીતિકાર અને ચૂંટણી પ્રબંધક જેવા વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે.

ચૂંટણી મેનેજમેન્ટમાં સૌથી મોટુ નામ છે પ્રશાંત કિશોર
પ્રશાંક કિશોર જેઓ આજે પણ આ મેદાનના પોસ્ટર બોય છે, તેમના જેવા વ્યાવસાયિકની સંખ્યા ઝડપી વધી રહી છે અને આ ક્ષેત્રમાં ઘણા નવા નામ સામે આવી રહ્યાં છે. જેમણે આ ઉભરતા ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે. અને પોતાના ક્લાઇન્ટ્સને જીત અપાવી છે.

ભારતમાં 300 ચૂંટણી નિષ્ણાતો એક્ટિવ
ભારતના ટોચના ઉદ્યોગ સંગઠનોમાંથી એક એસોચૈમના અનુસાર, 2014માં ભારતમાં લગભગ 150 રાજકીય નિષ્ણાતો હતો. ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકોનું માનવું છે કે હવે આ સંખ્યા વધીને 300 થઇ ગઇ છે અને સતત વધી રહી છે.

દેશા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More