LPG Price Hike: 1 માર્ચે સવાર સવારમાં લોકોને મોટો ઝટકો લાગ્યો છે. માર્ચની પહેલી તારીખથી ઓઈલ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ ગેસના બાટલના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા રેટ મુજબ આ ગેસ સિલિન્ડર હવે લોકોને 6 રૂપિયા મોંઘો મળવાના છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે કે નહીં તે પણ જાણો.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો લેટેસ્ટ રેટ
19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ચાર મહાનગરોમાં શું ભાવ હશે તે ખાસ જાણો.
દિલ્હી- 1803 રૂપિયા
કોલકાતા- 1913 રૂપિયા
મુંબઈ- 1755.50 રૂપિયા
ચેન્નાઈ- 1965 રૂપિયા
ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ
જો કે રાહતની વાત એ છે કે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો પરંતુ ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. ચાર મહાનગરોમાં શું છે તેના ભાવ.
દિલ્હી- 803 રૂપિયા
કોલકાતા- 829 રૂપિયા
મુંબઈ- 802.50 રૂપિયા
ચેન્નાઈ- 818.50 રૂપિયા
ફ્લાઈટની ટિકિટ પર મળશે રાહત?
માર્ચની પહેલી તારીખે ઓઈલ કંપનીઓએ ફ્લાઈટ પેસેન્જર્સને મોટી રાહત આપતા જેટ ફ્યૂલના ભાવમાં કાપ મૂક્યો છે. તેનાથી આવનારા દિવસોમાં ફ્લાઈટની ટિકિટ સસ્તી થઈ શકે છે. અત્રે જણાવવાનું કે માર્ચની પહેલી તારીખથી ઓઈલ કંપનીઓએ જેટ ફ્યૂલ એટલે કે ATF ના ભાવને ઘટાડવાની જાહેરાત કરી છે. મેટ્રો શહેરોમાં તેના ભાવ શું છે તે ખાસ જાણો.
દિલ્હી- 95,311.72 રૂપિયા
કોલકાતા- 97,588.66 રૂપિયા
મુંબઈ- 89,070.03 રૂપિયા
ચેન્નાઈ- 98,567.90 રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે