Maharashtra Minister List With Department: મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે. લાંબી ચર્ચા બાદ સીએમ ફડણવીસે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું છે. જ્યારે એનસીપી નેતા અજિત પવારને નાણા અને પૂર્વ સીએમ અને શિવસેના નેતા એકનાથ શિંદેને શહેરી વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. બાવનકુલેને મહેસૂલ, રાધાકૃષ્ણ વિખે પાટીલને જળ સંસાધન, હસન મુશ્રીફને તબીબી શિક્ષણ ખાતું મળ્યું છે. ચંદ્રકાંત પાટીલને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ગણેશ નાઈકને વન, દાદા ભુસેને શાળા શિક્ષણ વિભાગ મળ્યો છે.
પંકજા મુંડેને પર્યાવરણ, ઉદય સામંતને ઉદ્યોગ, માણિકરાવ કોકાટેને કૃષિ ખાતું આપવામાં આવ્યું છે. જ્યારે, ધનંજય મુંડેને ખાદ્ય અને નાગરિક પુરવઠો, અશોક ઉઇકેને આદિજાતિ વિકાસ, આશિષ શેલારને આઈટી અને સંસ્કૃતિ વિભાગ મળ્યો.
નીચે સંપૂર્ણ લિસ્ટ જુઓ:
5 ડિસેમ્બરે નવી સરકારે શપથ લીધા હતા. ફડણવીસે 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે, એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 15 ડિસેમ્બરે શિયાળુ સત્ર પહેલા મંત્રી પરિષદમાં 39 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગઠબંધન મહાયુતિએ 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 230 બેઠકો જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે