Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Gochar 2024: ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના બનશે યોગ

Shani Nakshatra Parivartan 2024: શનિ દેવ 27 ડિસેમ્બર 2024 ના રોજ નક્ષત્ર પરિવર્તન કરશે. જ્યોતિષ ગણના અનુસાર શનિનું આ નક્ષત્ર પરિવર્તન મેષ સહિત 3 રાશિઓ માટે શુભ સાબિત થવાનું છે. 

Shani Gochar 2024: ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના બનશે યોગ

Shani Nakshatra Parivartan 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિ જ્યારે ચાલ બદલે છે તો તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે શનિ દરેક વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. જ્યારે શનિની ચાલ બદલે છે તો તેની અસર પણ વ્યાપક રીતે જોવા મળે છે. શનિ સમયે સમયે પોતાની ચાલ બદલે છે. શનિ ક્યારેક વક્રી થાય છે તો ક્યારેક માર્ગી હોય છે. શનિ જ્યારે અસ્ત અને ઉદય થાય છે ત્યારે પણ રાશિઓ પર તેની અસર પડે છે. તેવી જ રીતે શનિ જ્યારે નક્ષત્ર બદલે છે ત્યારે પણ 12 રાશિ પર તેની અસર જોવા મળે છે. 

fallbacks

આ પણ વાંચો: Mangal Rashifal: 2025 મંગળ ગ્રહનું વર્ષ, મંગળના રાજમાં 4 રાશિઓ ભોગવશે રાજસી સુખ

વર્ષ 2025 માં શનિ રાશિ પરિવર્તન કરશે પરંતુ તે પહેલા વર્ષ 2024 ના અંતે શનિ નક્ષત્ર પરિવર્તન કરશે. 27 ડિસેમ્બર 2024 ના રોજ શનિ નક્ષત્ર બદલશે. ગુરુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ થશે જે ત્રણ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. 

શનિનું નક્ષત્ર પરિવર્તન 

વૈદિક ગણના અનુસાર શનિદેવ હાલ શતભિષા નક્ષત્રના ચોથા પદમાં ગોચર કરે છે. શનિદેવ 27 ડિસેમ્બર 2024 ના રોજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. 

આ પણ વાંચો: પિતાના ઘરેથી દીકરીને લગ્નમાં આ વસ્તુઓ આપવી અશુભ, જીવનભર ભોગવવી પડે છે તકલીફો

શનિ આ 3 રાશિ માટે શુભ 

મેષ રાશિ 

મેષ રાશિ માટે શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ અને લાભકારક માનવામાં આવી રહ્યું છે. શનિદેવ આ રાશિના 11 માં ભાવમાં પ્રવેશ કરશે. શનિની વિશેષ કૃપા આ રાશિના લોકો પર રહેશે. શનિદેવની કૃપાથી વર્ષોથી અટકેલા કામ પણ પૂરા થઈ શકે છે. ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. મિત્રના સહયોગથી મહત્વનું કામ પૂરું થશે. નોકરીની બાબતમાં લાભ થશે. વેપારીઓનો નફો પણ વધી શકે છે. 

આ પણ વાંચો: ધનના દાતા શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિની ચાંદી જ ચાંદી, અપાર ધન મળવાના યોગ

તુલા રાશિ 

તુલા રાશિ માટે પણ શનિ નું નક્ષત્ર પરિવર્તન ખાસ રહેશે. ઘર પરિવારના સભ્યોનો સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. શનિદેવની કૃપાથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આવકમાં વૃદ્ધિ થશે. સારા સમાચાર મળી શકે છે. વેપારમાં લાભ થશે. નોકરી કરતા લોકોની સમસ્યાઓ દૂર થશે. 

આ પણ વાંચો: સ્નાન કર્યા પછી તરત આ કામ ન કરવું, આ 5 ભૂલ નબળી આર્થિક સ્થિતિનું બને છે કારણ

કુંભ રાશિ 

શનિનું નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિના લોકો માટે પણ ખાસ છે. કારકિર્દી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. માનસિક વિચાર દૂર થશે. ઘર પરિવારમાં ખુશાલી આવશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. કાયદાકીય સમસ્યાઓ હલ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More