નવી દિલ્હીઃ લગ્ન જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હોય છે. જે બે લોકોનું જીવન બદલી નાખે છે. તેથી લોકો આ નિર્ણયને ખૂબ સમજી વિચારી લેતા હોય છે. કારણ કે થોડી બેદરકારી જીવનભરની મુશ્કેલીનું કારણ બની શકે છે. પરંતુ કેટલા લગ્ન લાંબા ટકતા નથી. ખુબ જલ્દી વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. લગ્ન બાદ છૂટાછેડાનો નિર્ણય જીવનને અલગ દિશા તરફ લઈ જાય છે.
જ્યારે મામલો સરકારી નોકરી કે પેન્શન સાથે સંબંધિત હોય છે, ત્યારે વસ્તુઓ વધુ મુશ્કેલ બની જાય છે. હવે કલ્પના કરો કે કોઈ વ્યક્તિએ બે વાર લગ્ન કર્યા હોય અને બંને વાર છૂટાછેડા લીધા હોય. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે તેના મૃત્યુ પછી તેના પેન્શનનો હકદાર કોણ હશે? લોકો ઘણીવાર માને છે કે પહેલી પત્નીને વધુ અધિકારો હશે કે કદાચ બીજી પત્નીને, પરંતુ વાસ્તવમાં જવાબ એટલો સરળ નથી. ચાલો તમને જણાવીએ.
પહેલા કે બીજા છૂટાછેડા પછી કઈ પત્નીને પેન્શન મળશે?
જો કોઈ પુરુષ બે વાર લગ્ન કરે અને બંનેથી છૂટાછેડા લે. તો તેનું પેન્શન કોને મળશે. આ કેટલીક બાબતો પર નક્કી થાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેણે તેના સર્વિસ રેકોર્ડમાં કોને નોમિની બનાવ્યો હતો. જો કોઈ પત્નીને છૂટાછેડા પછી કોર્ટમાંથી ભરણપોષણ અથવા પેન્શનનો અધિકાર મળ્યો હોય. તો જ તે પૈસા મેળવી શકે છે.
આ પણ વાંચોઃ FD-RD બધુ ભૂલી જશો! આ છે LIC નો 'જીવન લક્ષ્ય' પ્લાન, આજીવન થશે પૈસાનો વરસાદ
પરંતુ જો બંનેના કાયદાકીય છૂટાછેડા થઈ ગયા છે અને કોઈનું નામ પેન્શન રેકોર્ડમાં નથી, તો પછી કોઈ પત્નીને હકદાર માનવામાં આવશે નહીં. તેવામાં પેન્શન તેના માતા-પિતા કે પરિવારના કોઈ અન્ય સભ્યને મળી શકે છે. આ બધુ સરકારી નિયમ અને કાગળોમાં નોંધાયેલી જાણકારી પર નિર્ભર કરે છે. અલગ-અલગ મામલામાં નિર્ણય અલગ હોઈ શકે છે.
પેન્શન ન મળે તો પત્ની દાવો કરી શકે છે?
જો કોઈ પત્નીના છૂટાછેડા થઈ ગયા છે અને ત્યારબાદ પતિનું મોત થઈ જાય છે. તો છૂટાછેડા લીધેલ પત્નીને સામાન્ય રીતે પેન્શનનો હક મળતો નથી. કારણ કે છૂટાછેડા બાદ પતિ-પત્નીનો કાયદાકીય સંબંધ સમાપ્ત થઈ જાય છે. જો છૂટાછેડા સમયે કોર્ટે ભરણપોષણ કે પેન્શન આપવાનો આદેશ આપ્યો હતો, તો પત્ની તેના આધારે દાવો કરી શકે છે.
તે માટે કોર્ટમાં જરૂરી દસ્તાવેજ અને આદેશ રજૂ કરવા પડશે. જો આવો કોઈ આદેશ નથી અને ન તેનું નામ નોમિનીમાં નોંધાયેલું છે તો તેને પેન્શન આપવામાં આવશે નહીં. પેન્શન ત્યારે મળે છે જ્યારે છૂટાછેડા પહેલા કોઈ કાયદેસર આધાર પર તેનો હક નક્કી કરવામાં આવ્યો હોય. માત્ર પ્રથમ પત્ની હોવાથી પેન્શન મળી જતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે