Home> India
Advertisement
Prev
Next

મથુરા હોય કે જ્ઞાનવાપી, નફરત પેદા કરવાનો વિચાર છે, ધાર્મિક સ્થળ વિવાદ પર બોલ્યા ઓવૈસી

દેશમાં જ્ઞાનવાપી મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સ્થળોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જ્ઞાનવાપીનો સર્વે પૂરો થઈ ગયો છે અને રિપોર્ટ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે. આ ધાર્મિક મુદ્દા વર ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. 

મથુરા હોય કે જ્ઞાનવાપી, નફરત પેદા કરવાનો વિચાર છે, ધાર્મિક સ્થળ વિવાદ પર બોલ્યા ઓવૈસી

નવી દિલ્હીઃ હૈદરાબાદથી લોકસભા સાંસદ અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગુરૂવારે કહ્યુ કે, મથુરા અને જ્ઞાનવાપી વિવાદનો વિચાર મુસ્લિમ સમુદાય પ્રત્યે અવિશ્વાસ અને હિન્દુઓ વચ્ચે સુરક્ષાની કમીનો માહોલ બનાવવાનો છે. ઓવૈસીએ કહ્યુ કે, તેનો ઉદ્દેશ્ય દેશને પાછળ લઈ જવાનો પણ છે. 

fallbacks

ઓવૈસીએ કહ્યુ કે, આ યોગ્ય સમય છે કે દેશના પ્રધાનમંત્રી આ તમામ મુદ્દાને સમાપ્ત કરી દે અને કહે કે તેમની સરકાર પૂજા સ્થળ (વિશેષ જોગવાઈ) અધિનિયમ 1991 પર યથાવત છે. લોકસભા સાંસદે કહ્યુ કે, તેમણે કહેવું જોઈએ કે તેમની સરકાર દેશમાં વિભાજન પેદા કરનાર આવા કારણોનું સમર્થન કરશે નહીં. 

તેમણે કહ્યું કે શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા માટે મથુરાની એક કોર્ટમાં દાખલ અરજી પૂજા સ્થળ અધિનિયમ 1991નું ઉલ્લંઘન છે. ઓવૈસીએ કહ્યુ- મથુરાની જિલ્લા કોર્ટનું તે કહેવું કે આ કેસ ચાલવા યોગ્ય છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે અને સંસદના અધિનિયમ વિરુદ્ધ છે. ઓવૈસીએ કહ્યુ કે આ લોકો માટે કાયદાનું મહત્વ નથી. તે મુસ્લિમ લોકોની ઈજ્જત લૂંટવા ઈચ્છે છે. 

આ પણ વાંચોઃ Video: IIT મદ્રાસમાં 5જીનું સફળ ટેસ્ટિંગ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો વોઇસ અને વીડિયો કોલ

AIMIM ચીફે કહ્યુ કે તમે કાયદો વ્યવસ્થાની મજાક બનાવી રહ્યાં છો. જ્યારે વધુ એક વાદી કોર્ટમાં ગયો, તો કોર્ટે કહ્યું હતું કે નહીં, તેથી તમે એક અલગ પાર્ટી બનાવી. આ બધા સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. ઓવૈસીની આ ટિપ્પણી દેશમાં ઘણા ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે આવી છે. 

જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સર્વે માટે અહીંની એક કોર્ટ દ્વારા રચાયેલા પંચે પોતાનો રિપોર્ટ ગુરૂવારે કોર્ટને સોંપી દીધો છે. ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક સ્થિત છે. સ્થાનીક અદાલત મહિલાઓના એક સમૂહ તરફથી તેની બહારની દિવાલો પર બનેલા વિગ્રહોની દૈનિક પૂજા અર્ચનાની મંજૂરી માંગ કરનારી અરજી પર સુનાવણી કરી રહી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More