Home> Sports
Advertisement
Prev
Next

IPL 2022: કોહલીની ફોર્મમાં વાપસી, બેંગલોરે અંતિમ લીગ મેચમાં ગુજરાતને 8 વિકેટે હરાવ્યું

RCB vs GT: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્લેઓફની આશા જીવંત રાખતા કરો યા મરો મુકાબલામાં ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે પરાજય આપ્યો છે. હવે બેંગલોરે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવા માટે દિલ્હીની હાર માટે પ્રાર્થના કરવી પડશે. 
 

IPL 2022: કોહલીની ફોર્મમાં વાપસી, બેંગલોરે અંતિમ લીગ મેચમાં ગુજરાતને 8 વિકેટે હરાવ્યું

મુંબઈઃ વિરાટ કોહલી (73 રન) ની શાનદાર અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્લેઓફની આશા જીવંત રાખતા આઈપીએલ-2022માં પોતાની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે બેંગલોરના 14 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ થઈ ગયા છે. જો હવે દિલ્હી પોતાની અંતિમ લીગ મેચ હારશે તો આરસીબી પ્લેઓફમાં પહોંચી જશે. બીજીતરફ આરસીબીની જીતથી સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ માટે આઈપીએલની સફર સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આરસીબીએ 18.4 ઓવરમાં 2 વિકેટે 172 રન બનાવી જીત મેળવી હતી. 

fallbacks

ફોર્મમાં જોવા મળ્યો કોહલી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત સારી રહી હતી. ફાફ અને કોહલીએ પાવરપ્લેમાં 55 રન જોડ્યા હતા. વિરાટ કોહલીએ આજે આક્રમક બેટિંગ કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. ફાફ 38 બોલમાં 5 ચોગ્ગા સાથે 44 રન બનાવી આઉટ થયો હતો. તો વિરાટ કોહલીએ 54 બોલમાં 8 ફોર અને બે સિક્સ સાથે 73 રન ફટકાર્યા હતા. બંને ઓપનરો રાશિદ ખાનના શિકાર બન્યા હતા. 

ત્યારબાદ ગ્લેન મેક્સવેલે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. મેક્સવેલ 18 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ સાથે 40 રન બનાવી અને દિનેશ કાર્તિક 2 રન બનાવી અણનમ રહ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચોઃ નિખત ઝરીને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કર્યો કમાલ, થાઈ બોક્સરને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત ટાઈટન્સની ઈનિંગ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતને ત્રીજી ઓવરમાં ગિલ (1)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ મેથ્યૂ વેડ 16 રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 62 રન હતો ત્યારે રિદ્ધિમાન સાહા 22 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 31 રન બનાવી રનઆઉટ થયો હતો. 

હાર્દિક પંડ્યાની અડધી સદી 
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા 47 બોલમાં 4 ફોર અને ત્રણ સિક્સ સાથે 62 રન બનાવી અણનમ રહ્યો હતો. ડેવિડ મિલરે 25 બોલમાં 3 સિક્સ સાથે 19 રન બનાવ્યા હતા. તેવતિયા બે રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. તો રાશિદ ખાને 6 બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More