Home> India
Advertisement
Prev
Next

'વન નેશન-વન ઈલેક્શન' બિલને મોદી કેબિનેટની મંજૂરી, જલદી સંસદમાં રજૂ થઈ શકે છે બિલ

દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે એક દેશ એક ચૂંટણી બિલને મોદી સરકારે  કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બિલ જલદી સંસદમાં રજૂ થઈ શકે છે. 

'વન નેશન-વન ઈલેક્શન' બિલને મોદી કેબિનેટની મંજૂરી, જલદી સંસદમાં રજૂ થઈ શકે છે બિલ

એક દેશ એક ચૂંટણી બિલને ગુરુવારે મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે સરકાર આ બિલને સદનના પટલ પર રજૂ કરી શકે છે. હાલ સંસદનું શિયાળું સત્ર ચાલે છે. આવતા અઠવાડિયે આ બિલ સંસદમાં રજૂ થાય તેવી શક્યતા છે. 

fallbacks

સૌથી પહેલા જેપીસીની કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો મંગાવવામાં આવશે. અંતમાં આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પાસ કરાવવામાં આવશે. આ અગાઉ રામનાથ કોવિંદ કમિટીએ સરકારને દેશમાં એક દેશ એક ચૂંટણી સંલગ્ન પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. 

દેશમાં હાલ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી થાય છે. આ બિલ પાસ થયા બાદ જ્યારે કાયદાનું સ્વરૂપ લેશે ત્યાર પછી દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More