નવી દિલ્હી: લોકસભાના ઈતિહાસમાં પહેલીવાર જે જોવા મળ્યું એ આજ સુધી ક્યારેય જોવા મળ્યું નથી. આજથી ચોમાસુ સત્ર શરૂ થયું. લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેનારા સાંસદોને પોતાની સીટ ઉપર જ બેસીને બોલવાની મંજૂરી આપવામાં આવી. કોવિડ-19 મહામારીના પ્રસારને રોકવા માટે આ પહેલનો અમલ કરાયો. ચોમાસુ સત્ર એક ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
Parliament Monsoon Session: પહેલા જ દિવસે હંગામો, TMCના સાંસદે નાણામંત્રીનું કર્યું અપમાન!
બેસીને બોલવાની અપાઈ મંજૂરી
સાંસદોને પોતાની સીટ પર બેસીને જ બોલવાની મંજૂરી આપવામાં આવી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ ચોમાસુ સત્રમાં તમામ સાંસદો પોતાની સીટ પર ઊભા થયા વગર બોલશે. આવું કોવિડ-19 મહામારીને કારણે કરવામાં આવ્યું છે. આ અગાઉ તમામ સાંસદ સંસદમાં બોલવા માટે ઊભા થતા હતાં. જે આસન પ્રત્યે સન્માન દર્શાવવાનું પ્રતિક છે.
આજથી સંસદનું ચોમાસુ સત્ર, PM મોદીએ કહ્યું-'સમગ્ર દેશ વીર જવાનોની સાથે'
અનેક લોકસભા સભ્ય રાજ્યસભામાં બેસશે
આ બધા વચ્ચે ઓમ બિરલાએ જણાવ્યું કે ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે નીચલા ગૃહની કાર્યવાહી દરમિયાન અનેક લોકસભા સાંસદો રાજ્યસભામાં બેસશે. અને ઉપલા ગૃહની કાર્યવાહી દરમિયાન રાજ્યસભાના સભ્યોને લોકસભામાં બેસવાની તક અપાશે. કોવિડ-19 સંકટ વચ્ચે અસાધરાણ સ્થિતિઓને લીધે આ પગલું લેવાયું છે.
સાંસદોની વધુ હાજરી
વિશેષ ચોમાસુ સત્રનું સ્વાગત કરતા બિરલાએ સત્રના પહેલા દિવસે સાંસદોની વધુ હાજરીને લઈને પ્રસન્નતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તમામ સુરક્ષા પ્રોટોકોલ સુનિશ્ચિત કરવામાં આવ્યાં છે અને વધુમાં વધુ ડિજિટલાઈઝેશન કરાયું છે. તેમણે સાંસદોને પોતાની વાત સંક્ષિપ્તમાં રજુ કરવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે સદનની કાર્યવાહી દરરોજ ફક્ત 4 કલાક માટે થશે. અધ્યક્ષે કોરોના વાયરસ કે કોવિડ-19 મહામારીના કારણે ઊભી થયેલી અસાધારણ સ્થિતિ દરમિયાન દેશને સંદેશ આપવા માટે તમામ સાંસદોનું સમર્થન માંગ્યું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે