નવી દિલ્હીઃ દેશના 24 સાંસદોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકથી ભાજપના સાંસદ અનંત કુમાર હેગડે સામેલ છે.સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા આ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
17 MPs, including Meenakshi Lekhi, Anant Kumar Hegde and Parvesh Sahib Singh, test positive for #COVID19. pic.twitter.com/sZjNbR7fCg
— ANI (@ANI) September 14, 2020
સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા સાંસદોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી અત્યાર સુધી 24 સાંસદોનો રિપોર્ટ આવી ચુક્યો છે. સાંસદોના ટેસ્ટ માટે સંસદ પરિસરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે સંસદના નિચલા ગૃહ એટલે કે લોકસભાની કાર્યવાહી સવારે 9 કલાકે શરૂ થઈ હતી. સાંસદોની હાજરી પૂરવાની રીત પણ બદલી ગઈ છે. હવે સાંસદો એટેન્ડેન્સ રજીસ્ટર એપ દ્વારા પોતાની હાજરી નોંધાવશે. સોમવારે ઘણા સાંસદોએ આ પ્રક્રિયાને સમજી હતી. લોકસભામાં સાંસદોના ડેસ્કની આગળ કાચની શીલ્ડ લગાવવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે