Home> India
Advertisement
Prev
Next

J & K : સોપોરના બસ સ્ટેન્ડમાં આતંકવાદીઓએ ફેંક્યો ગ્રેનેડ, 15થી વધુ ઘાયલ

આ ગ્રેનેડ હુમલો હોટલ પ્લાઝા નજીક 4.15 કલાકે કરાયો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે બાકીના લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સીઆરપીએફની 179 બટાલિયન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે.

J & K : સોપોરના બસ સ્ટેન્ડમાં આતંકવાદીઓએ ફેંક્યો ગ્રેનેડ, 15થી વધુ ઘાયલ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં બસ સ્ટેન્ડમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો છે. સોમવારે બપોર પછી થયેલા આ હુમલામાં 15થી વધુ નાગરિક ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ બસ સ્ટેન્ડને ઘેરી લીધું છે અને આતંકવાદીઓની સુરક્ષા દળોને નિશાન સાધતા ગ્રેનેડ ફેંક્યો હતો. ઘાયલોમાં એક મહિલા પણ છે. 

fallbacks

હોટલ પ્લાઝા નજીક 4.15 કલાકે આ હુમલો થયો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે બાકીના લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સીઆરપીએફની 179 બટાલિયન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે.

યુરોપિયન યુનિયનના સાંસદોની ટીમે PM મોદી સાથે કરી મુલાકાત, કાલે કાશ્મીર જશે

આ અગાઉ રવિવારે રાજોરીમાં પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. પાકિસ્તાન તરફથી રવિવારે રાજોરી જિલ્લામાં લાઈન ઓફ કન્ટ્રોલ નજીક સુંદરબની સેક્ટરમાં ગોળીબાર કરાયો હતો. આ ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. રવિવારે રાત્રે પણ પાકિસ્તાન તરફથી ગોળીબાર ચાલુ રાખવામાં આવ્યો હતો. 

જુઓ LIVE TV.....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More