Home> Sports
Advertisement
Prev
Next

Tennis : રોજર ફેડરરનો જાદુ યથાવત, 10મી સ્વિસ ઓપન જીતીને બનાવ્યા આ રેકોર્ડ

મેચ પછી ફેડરરે જણાવ્યું કે, "આ ઘણી જ સારી મેચ હતી. મેં સારી રમતનું પ્રદર્શન કર્યું છે. શરૂઆતમાં ઓપનિંગ થોડું કઠિન રહ્યું, પ્રથમ પાંચ ગેમમાં કેટલીક શાનદાર રેલી જોવા મળી હતી. જોકે, મેં પાછળ વળીને જોયું નહીં. મારું આક્રમણ સારું હતું, કેટલીક ભુલો પણ કરી છે, પરંતુ સારા શોટ્સ અને સર્વિસ સાથે મેં મેચમાં પુનરાગમન કર્યું હતું."

Tennis : રોજર ફેડરરનો જાદુ યથાવત, 10મી સ્વિસ ઓપન જીતીને બનાવ્યા આ રેકોર્ડ

બાસેલઃ સ્વિટ્ઝરલેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરે રવિવારે 10મી વખત 'સ્વિસ ઓપન ઈન્ડોર ચેમ્પિયનશિપ' (Swiss Open) ટાઈટલ જીતીને પોતાના નામે નવા રેકોર્ડ ઉમેરી દીધા છે. ફેડરરે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ મિનાઉરને હરાવ્યો હતો અને પોતાની કારકિર્દીનું 103મું ટાઈટલ જીત્યું હતું. ફેડરરે એલેક્સને 6-2, 6-2થી હરાવ્યો હતો. 

fallbacks

ફેડરરની આક્રમક રમત 
38 વર્ષના ફેડરરે પોતાના જન્મસ્થળે ઘરેલુ દર્શકો વચ્ચે રમતા આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું અને 10 વર્ષના એલેક્સ સામે એકપક્ષીય વિજય નોંધાવ્યો હતો. પહેલો સેટ 34 મિનિટ ચાલ્યુ હતો, જેમાં ફેડરરે બે વખત એલેક્સની સર્વિસ તોડી હતી. બીજા સેટમાં ફેડરરે સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. 

મેચ પછી ફેડરરે જણાવ્યું કે, "આ ઘણી જ સારી મેચ હતી. મેં સારી રમતનું પ્રદર્શન કર્યું છે. શરૂઆતમાં ઓપનિંગ થોડું કઠિન રહ્યું, પ્રથમ પાંચ ગેમમાં કેટલીક શાનદાર રેલી જોવા મળી હતી. જોકે, મેં પાછળ વળીને જોયું નહીં. મારું આક્રમણ સારું હતું, કેટલીક ભુલો પણ કરી છે, પરંતુ સારા શોટ્સ અને સર્વિસ સાથે મેં મેચમાં પુનરાગમન કર્યું હતું."

એલેક્સની કરી પ્રશંસા
સ્વિસ માસ્ટરે એલેક્શની પ્રશંસા કરતા જણાવ્યું કે, "સમગ્ર ટૂર્નામેન્ટમાં એલેક્સે સારી રમત દેખાડી છે. મારું માનવું છે કે અમે બંને આ પરિણામથી ખુશ છીએ. મારા માટે આ વિજય ખાસ છે, કેમ કે મારા હોમટાઉન બાસેલમાં આ મારો 10મો ટાઈટલ વિજય છે."

હવે નવા રેકોર્ડથી 6 ડગલાં દૂર 
આ જીસ સાથે જ ફેડરરને 500 ATP રેન્કિંગ પોઈન્ટ્સ મળશે અને સાથે જ ઈનામ પેટે 4,50,125 ડોલરની રકમ પણ મળશે. ઉલ્લેખનીય છે કે, ફેડરરે ચાલુ વર્ષે હોપમેન કપ અને 12મું વિમ્બલડન ટાઈટલ પણ જીત્યું હતું. તે અત્યાર સુધી 1200થી વધુ મેચ જીતી ચૂક્યો છે. 20 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતનારો ફેડરર હવે સૌથી વધુ ATP સિંગલ્સ ટાઈટલ જીતવાથી માત્ર 6 ડગલાં દૂર છે. અત્યારે આ રેકોર્ડ જિમી કોર્નર્સના નામે છે. 

જુઓ LIVE TV.....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More