Home> India
Advertisement
Prev
Next

'જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી તે ઘરમાં હવે શોકનો માહોલ, દરેક લોકો આઘાતમાં', સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

Aligarh News: ઉત્તર પ્રદેશના અલીગઢથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સાસુ પોતાના જમાઈ સાથે ભાગી ગઈ છે. લગ્ન આડે માત્ર 9 દિવસ બાકી હતા તે પહેલા જ દુલ્હનની માતાએ મોટો કાંડ કરી નાંખ્યો અને રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ. જાણો શું છે સમગ્ર ઘટના?

'જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી તે ઘરમાં હવે શોકનો માહોલ, દરેક લોકો આઘાતમાં', સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

Aligarh News: હાલ ચારેબાજુ ઘોર કળિયુગમાં એકથી એક ચઢીયાતી ઘટના સામે આવી રહી છે. સાસુ માટે તેનો જમાઈ પુત્ર જેવો હોય છે, તે દીકરીનો જન્મ થાય તે દિવસથી જ તેના લગ્ન વિશે વિચારવા લાગે છે. ધીમે ધીમે તે પૈસા બચાવે છે અને ઘરેણાં બનાવે છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને આ કળિયુગમાં દીકરીને બદલે તેની માતા આવનાર વર સાથે ભાગી જાય છે. ખરેખર, અલીગઢથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સાસુ તેના થનારા જમાઈના પ્રેમમાં પડી ગઈ હતી. પુત્રીના લગ્નના નવ દિવસ પહેલા તે જમાઈ સાથે ભાગી ગઈ હતી. જે ઘરમાં લગ્નનો માહોલ હતો તે ઘરમાં હવે શોકનો માહોલ છવાઈ ગયો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો...

fallbacks

શું છે સમગ્ર મામલો?
આ ઘટના અલીગઢના મડરાકની છે જ્યાં ઘરે દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન આડે માત્ર 9 દિવસ બાકી હતા અને તે પહેલા જ પુત્રીની માતા તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ હતી. તેણે પહેલેથી જ સમગ્ર પ્લાનિંગ કરી રાખ્યું હતું અને કોઈને તેના વિશે કોઈ ખ્યાલ પણ આવવા દીધો નહોતો. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી તે ઘરમાં હવે શોક છે અને દરેક લોકો આઘાતમાં છે.

રોકડ અને દાગીના લઈને ફરાર થઈ માતા
આજ સુધી આપણે સાંભળ્યું છે કે દીકરી તેના પ્રેમી સાથે ભાગી જાય છે અને ઘરમાંથી પૈસા અને ઘરેણાં પણ લઈ જાય છે. હવે, એક વિપરીત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં માતા તેની પુત્રી માટે બચાવેલા ઘરેણાં અને પૈસા લઈને ભાગી ગઈ હતી, તે પણ તેના જમાઈ સાથે...પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સગાઈ દીકરી સાથે અને આંખો મળી સાસું સાથે...
જમાઈ અને સાસુ વચ્ચે પહેલેથી જ કંઈક ચાલી રહ્યું હતું, જેને લોકોએ હળવાશથી લીધું હતું. ખરેખર, દીકરીના ભાવિ પતિએ તેની સાસુને મોંઘો ફોન ગિફ્ટ કર્યો હતો અને બંને એકબીજા સાથે લાંબા સમય સુધી વાતો કરતા હતા. પરિવારના સભ્યોએ આને સામાન્ય બાબત તરીકે લીધી, તેઓને કંઈ ખબર ન હતી કે તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે. આ રહસ્ય ત્યારે બહાર આવ્યું જ્યારે બંને લગ્નના 9 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More