મુંબઈઃ અમદાવાદમાં 12 જૂને લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ પ્લેન દુર્ઘટનામાં 270 જેટલા લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની સેવા સામે સતત સવાલો ઉઠી રહ્યાં છે. તેવામાં સામે આવ્યું કે મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં સોમવારે રાત્રે સમસ્યા આવી હતી. ત્યારબાદ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર મુંબઈથી રાત્રે 10:45 વાગે અમદાવાદ માટે ઉપડતી ફ્લાઇટ નં. AI 2919 અંદાજીત 1 કલાક 25 મીનીટે Gate No. 42B પરથી સ્ટાર્ટ થયેલી, પરંતું રનવે પર પહોંચે તે પહેલા જ પાયલોટે યુ ટર્ન મારી ફ્લાઇટમાં ટેકનીકલ ખામી હોવાનું જાહેર કર્યું હતું. પાર્કિંગમાં પરત લઈ દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને પાયલટે જાહેર કર્યું કે જ્યાં સુધી ફ્લાઇટ રિપેર ન થાય ત્યાં સુધી ટેકઓફ થશે નહીં.
ત્યારબાદ પેસેન્જરોએ પણ ફ્લાઇટ રિપેર ન થાય તો અમે ઉડાન ભરીશું નહીં તેમ કહી હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શરૂઆતમાં કડક વલણ અપનાવી રહેલા ગ્રાઉન્ડ સ્ટાફે આખરે ઝુકવું પડ્યું હતું. પેસેન્જરોને બસમાં બેસાડી બેગેજ બેલ્ટના દરવાજા પાસે લઇ જઇ ઉભા કરી દેવામાં આવ્યા. એકપણ સ્ટાફ હવે શું કરવાનું છે ?? તે સવાલનો જવાબ આપવા અસમર્થ હતો. અંતે પેસેન્જરોને બે ઓપ્શન આપવામાં આવ્યા, 1, જેને અમદાવાદ જવું હોય તેને સવારે 5.25 ની એર ઇન્ડિયા ફ્લાઇટમાં લઇ જવામાં આવશે. 2, જેને ન જવું હોય તેની ટિકિટ કેન્સલ કરી 100% રીફંડ આપવામાં આવશે. પરંતુ બેગ એક કલાક પછી મળશે.
આ પણ વાંચોઃ અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખરાબી નીકળી, તાત્કાલિક કેન્સલ કરાઈ
જે પેસેન્જરોએ ટિકિટ કેન્સલ કરાવી તેની બેગ આશરે બે કલાક બાદ મળી હતી. આ માટે પણ મુસાફરોએ ઝગડો કર્યો હતો. આ દરમિયાન એક મહિલાને ચક્કર આવતા તેઓ નીચે પડી ગયા હતા. આ દરમિયાન પેસેન્જરોને પાણી પણ પીવા મળ્યું નહીં. આ સમગ્ર ઘટના બાદ એર ઈન્ડિયા પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે