મુંબઈઃ એક ઓટો ડ્રાઈવરની જ્યારે પણ વાત આવે છે, મોટા ભાગના લોકો આ કામને એક સાધારણ કામ સમજે છે અને વિચારે છે કે ઓટો ચલાવવાથી વધુમાં વધુ કેટલી કમાણી થશે, પરંતુ આજે અમે તમને મુંબઈના એક એવા ઓટો ડ્રાઈવર વિશે જણાવીશું, જે દર મહિને ઓટો ચલાવ્યા વગર 5થી 8 લાખ સુધીની કમાણી કરે છે. આ ઓટો ડ્રાઈવરની કહાની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
લેન્સકાર્ટના પ્રોડક્ટ લીડરે LinkedIn પર કરી પોસ્ટ
લેન્સકાર્ટના પ્રોડક્ટ લીડર રાહુલ રૂપાણીએ LinkedIn પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં આ ઓટો ડ્રાઈવરની કહાની વિશે જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે મુંબઈનો એક ઓટો ડ્રાઈવર પોતાની સમજદારીથી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તે ઓટો ડ્રાઈવર મુંબઈમાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ (US Consulate) ની બહાર ઉભો રહે છે અને પોતાની કમાણી કરે છે.
દરેક ગ્રાહક પાસેથી 1000 રૂપિયાનો ચાર્જ
રાહુલ રૂપાણીએ જણાવ્યુ કે તે વિઝા અપોઈન્ટમેન્ટ માટે US Consulate પહોંચ્યો, તો તેને ખબર પડી કે અંદર કોઈ બેગ સાથે ન લઈ જઈ શકાય. તો બીજીતરફ ત્યાં સામાનને રાખવા માટે કોઈ લોકર સુવિધા પણ નથી. તે સમયે તેને એક ઓટો ડ્રાઈવે કહ્યું- સર બે મને આપી દો. સુરક્ષિત રાખી. મારે રોજનું છે. 1000 રૂપિયા ચાર્જ છે.
આ ઓટો ડ્રાઈવર દરરોજ આ કામ કરે છે અને લોકોનો સામાન સુરક્ષિત રાખે છે. તે ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા ચાર્જ કરે છે. આ ઓટો ડ્રાઈવરને દરરોજ 20થી 30 ગ્રાહકો મળી જાય છે અને તેવામાં તેની દરરોજની કમાણી 20થી 30 હજાર રૂપિયા સુધી થઈ જાય છે એટલે કે દર મહિને 5થી 8 લાખ રૂપિયા.
આ ઓટો ડ્રાઈવરે એક સ્થાનીક પોલીસ અધિકારી સાથે ભાગીદારી કરી છે, જ્યાં તે સામાનને લોકરમાં સુરક્ષિત રાખે છે. પોતાની પોસ્ટમાં રાહુલે આગળ લખ્યુ કે, 'આ અસલી ઉદ્યોગસાહસિકતા છે. કોઈ પિચ ડેક નહીં, કોઈ સ્ટાર્ટઅપ બકવાસ નહીં, બસ એક સાચી જગ્યા, એક સાચો આઈડિયા અને થોડો વિશ્વાસ.' તેમણે આને એક માસ્ટરક્લાસ ઇન સ્ટ્રીટ બિઝનેસ પણ ગણાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે