Home> LifeStyle
Advertisement
Prev
Next

ચોમાસામાં આ 5 Hill Station પર ફરવા ન જવું, વાતાવરણ ક્યારે બગડે કંઈ જ નક્કી નહીં, ભયંકર હોય છે અહીંનો વરસાદ

Dangerous Hill Stations: વરસાદી વાતાવરણમાં કેટલીક જગ્યાએ ફરવા જવું ભારે પડી જાય છે. ખાસ કરીને એવા હિલ સ્ટેશન જ્યાં ચોમાસામાં વરસાદ આફત બનેને વરસે ત્યાં જતા પહેલા 100 વખત વિચારવું જોઈએ. આવા 5 હિલ સ્ટેશન ભારતમાં આવેલા છે જ્યાંનું ચોમાસું પ્રવાસીઓના જીવ જોખમમાં મુકી દે છે.તેથી ચોમાસામાં આ જગ્યાએ ફરવા જવાનું વિચારવું પણ નહીં. 

ચોમાસામાં આ 5 Hill Station પર ફરવા ન જવું, વાતાવરણ ક્યારે બગડે કંઈ જ નક્કી નહીં, ભયંકર હોય છે અહીંનો વરસાદ

Dangerous Hill Stations: વરસાદી વાતાવરણમાં ફરવાની પણ એક અલગ મજા છે. રીમઝીમ પડતો વરસાદ, વાતાવરણમાં ઠંડક, લીલોતરીથી આચ્છાદિત પર્વતોની કલ્પના સુખદ અનુભવ આપે છે. કેટલીક જગ્યાએ ચોમાસ દરમિયાન ફરવા જવું સ્વર્ગ સમાન સુંદરતા અને શાંતિનો અનુભવ કરાવે છે. પરંતુ સાથે જ કેટલીક જગ્યા એવી પણ હોય છે જ્યાં ચોમાસ દરમિયાન ફરવા જવું જીવનની મોટામાં મોટી ભુલ સાબિત થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: સ્કિન પર નેચરલ ગ્લો વધારવા આ સમયે લગાડો કાચુ દૂધ, આ સ્ટેપ ફોલો કરી કરો સ્કિન કેર

આજે તમને ભારતના એવા 5 હિલ સ્ટેશન વિશે જણાવીએ જ્યાં ચોમાસની ઋતુમાં ફરવા જવાનું વિચારવું પણ નહીં. આ જગ્યાનું વાતાવરણ ખતરનાક હોય છે. અહીં વરસાદ આફત બનીને વરસી પડે તો જીવ જોખમમાં મુકાતા વાર નથી લાગતી. આ જગ્યાઓએ ઘણીવાર ભુસ્ખલ, ભારે વરસાદ, પુર જેવી સ્થિતિમાં અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. આ 5 જગ્યાઓ ઉત્તરાખંડમાં આવેલી છે. 

ઉત્તરાખંડની આ 5 જગ્યાએ ચોમાસામાં ફરવા ન જવું

આ પણ વાંચો: Recipes: આ 5 શાકમાં લસણ-ડુંગળીનો વઘાર કરશો તો બગડી જશે સ્વાદ, હિંગનો કરવો વઘાર

કેદારનાથ

ચોમાસા દરમિયાન કેદારનાથ યાત્રા સૌથી જોખમી હોય છે. વરસાદી વાતાવરણમાં અહીં રસ્તા તુટવા લાગે છે. અહીં ચોમાસમાં નદીઓ બે કાંઠે થઈ જાય છે અને ભુસ્ખલનનું જોખમ પણ રહે છે. વર્ષ 2013 માં થયેલી ઘટના પછી કેદારનાથને ચોમાસામાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. 

આ પણ વાંચો: મેટાબોલિઝમ બુસ્ટ કરવા દિવસની શરુઆત કરો આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંકથી

નૈનીતાલ

નૈનીતાલ જવાનો રસ્તો ચોમાસા દરમિયાન ખરાબ થઈ જાય છે. તેથી ઉત્તરાખંડની સૌથી સુંદર જગ્યા નૈનીતાલ ચોમાસામાં ફરવા જવાનું વિચારવું પણ નહીં. નૈનીતાલમાં પણ વરસાદ પછી ભૂસ્ખલનનું જોખમ વધી જાય છે. 

આ પણ વાંચો: 1 કે 2 નહીં.. જાણો 4 હેર પેક વિશે જેનાથી એકવારમાં કોલસા જેવા કાળા થઈ જશે સફેદ વાળ

મસૂરી

મસૂરીને ક્વીન ઓફ માઉન્ટેન કહે છે પરંતુ ચોમાસામાં આ જગ્યા જોખમી છે. અહીંના લીલાછમ પર્વત પ્રવાસીઓને આકર્ષિત કરે છે પરંતુ મસૂર પહોંચવા સુધીના રસ્તા જોખમી હોય છે. અહીં લેંડસ્લાઈડ થવાનું જોખમ વધી જાય છે. 

આ પણ વાંચો: ફ્રીઝી હેર એકવારમાં જ દેખાશે સુપર સોફ્ટ, ટ્રાય કરો આ લાલ ફૂલનું હેર માસ્ક

અલ્મોડા

ઉત્તરાખંડના સુંદર અને શાંત ટુરિસ્ટ પ્લેસમાં અલ્મોડાનો સમાવેશ થાય છે. આ એક ઓફબીટ હિલ સ્ટેશન છે. પરંતુ આ જગ્યાની મુલાકાત ચોમાસામાં લેવી નહીં. અહીં વાદળ ફાટવા, ભારે વરસાદ, પુર, ભુસ્ખલનનું જોખમ સૌથી વધુ છે. 

આ પણ વાંચો: કુકરમાં દાળ મુકો તે પહેલાં ઢાંકણામાં લગાડી દો આ વસ્તુ, સીટીમાંથી પાણી નહીં ઉભરાય

પિથૌરાગઢ

ચોમાસામાં પિથૌરાગઢ જવાનું પણ ટાળવું. પિથૌરાગઢનો વિસ્તાર ચોમાસામાં ફરવા માટે સુરક્ષિત નથી. અહીં ભારે વરસાદ, ભૂસ્ખલ જેવી ઘટના બને તો પ્રવાસીઓ ખરાબ રીતે ફસાય જાય છે. કારણ કે ખૂબ ઓછા લોકો આ જગ્યાની મુલાકાત લેતા હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More