Home> India
Advertisement
Prev
Next

મુંબઇમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર: ઠેર-ઠેર પાણી ભરાયા, 5 લોકોના મોત

મુંબઇની એંટોપ હિલના લોયડ એસ્ટેટમાં બનેલા ઘોડેસવારી પરિસરની દિવાલ અચાનક ધળી પડી હતી. વિદ્યાલંકર કોલેજ પાસે થયેલા આ અકસ્માતમાં લગભગ 15 કારો ફસાઇ ગઇ છે. 

મુંબઇમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર: ઠેર-ઠેર પાણી ભરાયા, 5 લોકોના મોત

મુંબઇ: મુંબઇમાં રવિવારે રાત્રે સતત વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. અત્યાર સુધીમાં ભારે વરસાદના લીધે પાંચ લોકોના મોત નિપજ્યા છે. મુંબઇના હવામાન વિભાગના નિર્દેશક અજય કુમારે કહ્યું છે કે ગત 24 કલાકમાં મુંબઇમાં 231.4 મીમી (ભારે વરસાદ) નોંધાયો છે. શહેરમાં આગામી 24 થી 48 કલાકમાં હજુ ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત ભારે વરસાદના લીધે ઘણી ફ્લાઇટ મોડી ઉડાણ ભરી રહી છે. રસ્તાઓ પર ટ્રાફીકજામના દ્વશ્યો સર્જાયા છે. 

fallbacks

હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. સતત વરસી રહેલા વરસાદના લીધે મુંબઇવાસીઓને પાણી ભરાતા સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કારણે એંટોપ હિલ સ્થિત વિદ્યાલંકર રોડ પર એક અંડર કંસ્ટ્રકશન બિલ્ડીંગની દિવાલ ધસી પડી હતી. આ અકસ્માતમાં સાત ગાડીઓને નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ બિલ્ડીંગની દિવાલ સવારે 4.45 વાગે ઢળી પડી હતી.

મુંબઇની એંટોપ હિલના લોયડ એસ્ટેટમાં બનેલા ઘોડેસવારી પરિસરની દિવાલ અચાનક ધળી પડી હતી. વિદ્યાલંકર કોલેજ પાસે થયેલા આ અકસ્માતમાં લગભગ 15 કારો ફસાઇ ગઇ છે. તો બીજી તરફ લોકો પણ બિલ્ડીંગમાં ફસાયેલા છે. હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બચાવ ટુકડી ફસાયેલા લોકોને કાઢવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ વરસાદ દરમિયાન એમજી રોડ પર મેટ્રો સિનેમાના નજીક એક ઝાડ પડવાના લીધે બે લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 5 લોકો ઘાયલ થયા છે. 

વરસાદના લીધે રેલવે દ્વારા મુસાફરી કરનાર લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઇ છે. રેલ લાઇન પર પાણી ભરાતા વેસ્ટર્ન, હાર્બર અને સેંટ્રલ લાઇન 5-7 મિનિટ મોડી ચાલી રહી છે. તો બીજી વરસાદના લીધે બાંદ્વા સ્ટેશન પર ટેક્નિકલ ખરાબીના લીધે ટ્રેનો મોડી ચાલી રહી છે. સવારે 5.30 વાગ્યા સુધી મુંબઇના કોલાબામાં 90 mm અને સાંતાક્રુઝમાં 195 mm વરસાદ વરસ્યો હતો.

2015 બાદ 24 કલાકમાં વરસ્યો સૌથી વધુ વરસાદ
મુંબઇમાં કોલાબા વિસ્તારમાં ગત 24 કલાકમાં 99.0 મીલિમીટર વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સાંતા ક્રૂઝ વિસ્તારમાં 231.4 મીમી વરસાદ વરસ્યો છે. 2015 બાદ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ છે. 2015માં સાંતા ક્રૂઝ વિસ્તારમાં 19 જૂનને 24 કલાકમાં 283.4 મીમી વરસાદ નોંધાયો છે.

રાહત માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
ક્યાંય પાણી ભરાયું હોય, ઝાડ પડી ગયા હોય, જેવી પરેશાનીઓ માટે આ નંબરો પર ફોન કરી શકાય છે. 
022- 22694725
022- 22694727

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More