Home> World
Advertisement
Prev
Next

સાઉદી અરબમાં મહિલાઓને ડ્રાઇવિંગ બાદ હવે રિપેરિંગની ટ્રેનિંગ અપાઇ

વર્ષોથી સાઉદી અરબમાં મહિલાઓ પર વાહન ચલાવવાનાં પ્રતિબંધને આખરે હટાવી દેવામાં આવ્યો છે. દેશે પોતાનાં કાયદાઓમાં ઐતિહાસિક પરિવર્તન કરતા મહિલાઓને વાહન ચલાવવા પર લાગેલા પ્રતિબંધને આજથી રદ્દ કરી દીધો છે. 

સાઉદી અરબમાં મહિલાઓને ડ્રાઇવિંગ બાદ હવે રિપેરિંગની ટ્રેનિંગ અપાઇ

દુબઇ : વર્ષોથી સાઉદી અરબમાં મહિલાઓ પર વાહન ચલાવવાનાં પ્રતિબંધને આખરે હટાવી દેવામાં આવ્યો છે. દેશે પોતાનાં કાયદાઓમાં ઐતિહાસિક પરિવર્તન કરતા મહિલાઓને વાહન ચલાવવા પર લાગેલા પ્રતિબંધને આજથી રદ્દ કરી દીધો છે. 

fallbacks

fallbacks

રૂઢિવાદી દેશમાં ઉદારતા અને આધુનિકતા લાવવાની શાહજાદા મોહમ્મદ બિન સલમાનનાં પ્રયાસ હેઠળ હવે આ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો છે. 

fallbacks

પ્રતિબંધ હટવાની સાથે જ સઉદીમાં હજારોની સંખ્યામાં મહિલાઓનાં વાહન ચલાવવાની સંભાવના છે. દશકોથી મહિલાઓનાં ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લગાવનાર સાઉદી અરબ તંત્રએ તેને હટાવતા પહેલા ખાસ કરીને મહિલાઓને વાહન ચલાવવા માટેની ટ્રેનિંગ આપી.

fallbacks

આ ટ્રેનિંગ સેશનમાં મહિલાઓને ન માત્ર વાહન વ્યવહારનાં નિયમો અંગે માહિતી આપવામાં આવી, પરંતુ રસ્તામાં ગાડી ખરાબ થાય અથવા ટાયર પંચર થાય ત્યારે આ પરિસ્થિતીમાં કઇ રીતે ટાયર બદલવું તે અંગેની માહિતી આપવામાં આવી છે. 

fallbacks

ટ્રેનિંગ ઉપરાંત સઉદી અરબ તંત્રએ મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યું કરવાનું ચાલુ કરી દીધું હતું. સઉદી અરબમાં પ્રતિબંધ હટ્યાનાં થોડા જ મિનિટોમાં પોતે જ ગાડી ચલાવીને ઓફીસ પહોંચેલી સાઉદીની ટીવી એન્કર સાબિકા અલ દોસારીનું કહેવું છે કે, આ સાઉદીની તમામ મહિલાઓ માટેનો ઐતિહાસિક પળ છે. 

fallbacks

અત્રે ઉલ્લેખીય છે કે, સાઉદી દ્વારા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા બાદ હવે વિશ્વનો કોઇ પણ દેશ એવો બાકી  નથી બચ્યો કે જ્યાં મહિલાઓનાં ડ્રાઇવિંગ પર પ્રતિબંધ હોય. સમગ્ર વિશ્વમાં મહિલાઓ માટે ડ્રાઇવિંગ મુક્ત થઇ ચુક્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More